English Grammer Part10
Chapter
– 38 Kinds of mood – કાઈન્ડ ઓફ મુડ – અર્થ ના પ્રકાર
Chapter
– 39 Degree of comparison – ડીગ્રી ઓફ કમ્પેરીઝન –
તુલના ની સરખામણી
Chapter
– 40 Direct and indirect speech – ડાયરેક્ટ એન્ડ
ઇનડાયરેકટ સ્પીચ – પરોક્ષ અને અપરોક્ષ
રચના
Chapter
– 41 Interrogative Sentence – ઇન્ટ્રોગેટીવ
સેન્ટેન્સ – પ્રશ્નાર્થ વાક્યો
Chapter
– 42 Negative Sentence – નેગેટીવ સેન્ટેન્સ – નિષેધાર્થ વાક્યો
CHAPTER
– 38 GRAMMAR
& COMPOSITION
Kinds of mood – કાઈન્ડ ઓફ મુડ – અર્થ ના પ્રકાર
અર્થના
મુખ્ય ત્રણ પ્રકાર છે નીચે મુજબ છે
01 – Indicative Mood ઈન્ડીકેટીવ મુડ નિશ્ચયાર્થ
02 – Imperative Mood ઈમ્પેરેટીવ મુડ આજ્ઞાર્થ
03 – Subjunctive Mood સબજંકટીવ મુડ સંશયાર્થ
01 – Indicative Mood ઈન્ડીકેટીવ મુડ નિશ્ચયાર્થ
જયારે
કોઈપણ ક્રિયાપદ નિશ્ચય કે પ્રશ્ન સૂચવે ત્યારે તેને Indicative Mood કહેવામાં આવેછે
Example 01 – The sun rises
in the east. સર્ય પૂર્વમાં ઉગે છે
02
– The moon rises at night.
03
– The camel cross the desert
04
– The ox has four feet.
05
– The sun shines during the day.
06
– Raindeer lives in cold country.
02 – Imperative Mood ઈમ્પેરેટીવ મુડ આજ્ઞાર્થ
જયારે કોઈપણ ક્રિયાપદ
હુકમ અથવા વિનંતિ સૂચવે ત્યારે તેને Imperative Mood કહેવામાં આવેછે
Example 01 – Read your lessons. તમારા પાઠ વાંચો
02
– Honour your parents.
03
– Go to the station.
04
– Sir please help me.
05
– Don’t stand near that wall.
06
– Come to my school today.
03 – Subjunctive Mood સબજંકટીવ મુડ સંશયાર્થ
જયારે ક્રિયાપદ સંશય
શંકા શરત ઈચ્છા કે હેતુ સૂચવે ત્યારે Subjunctive Mood કહેવામાં આવેછે
Example 01 – Long live our
freedom. આપણી આઝાદી ઘણું જીવો
02
– Unless you read will fail.
03
– Mind your own lessons.
04
– Yogendra may pass the examination.
05
– We take food in order that we may live.
06
– It is very hot so it may rain.
CHAPTER
– 38 EXERCISE – 38
Kinds of
mood – કાઈન્ડ ઓફ મુડ – અર્થ ના પ્રકાર
Exercise –
38 X 1
(નીચેના વાક્યો વાંચી અર્થના પ્રકાર જણાવો)
01 The owi goes out at night.
02 If it does not rain, the flowers will
wither.
03
Do not go to the station.
04
The dog barks at night.
05 The cow has four feet.
06 Have pity on the poor.
07
Long live our king.
08
Surendra may pass this year.
09 Sit down and shut up.
10
If you work hard, you will pass.
Exercise –
38 X 2
(ખાલી રાખેલી જગ્યામાં યોગ્ય શબદ મુકો)
01 .....your
servant to the station
02 .....me
your school
03 Boys.....go
there
04 Abdul....your
lesson well
05 Girls.....run
quickly
06 Children.....your
hands
07 .....takeme
to the station
08 .....down
and .....your books
09 .....your
name on the board
10 Kindly.....us
English
11 .....take my
both tops
12 .....me to the
hill
13 Sir.....help me
for reading
14 Go and.....that
book
15 .....me into
the lock
16 Please.....me
your watch to-day
17 .....English
and Hindi
18 .....keep
company of bad friends
Exercise –
38 X 3
(Translate in to English) (નીચે આપેલા
વાક્યો નું અંગ્રેજી કરો)
01 તમારા શિક્ષકના ટેબલ ઉપર આ ચોપડી મુકો
02 મોતી આ દુધ પીશે નહિ
03 હમેશા સવારમાં ઈશ્વર ને ભજો
04 મહેરબાની કરી ને મારું ઘર બતાવો
05 આવતી કાલે મારે ઘેર આવજો
06 તેની પાસે જશો નહિ કારણ કે તે વાંચતો નથી
07 ખરાબ મિત્ર સાથે ફરવું નહિ
08 અમને ખરાબ ખોરાક આપો નહિ
09 તે નકશામાં કલકતા બતાવો
10 આ બિચારી ગાયને મારો નહિ
11 તમારા શિક્ષક ને માન આપો
12 અમને એક સારી વાર્તા કહો
13 ઓ ઈશ્વર અમારી સંભાળ લે
14 નિયમિત ઉઠી અને તમારા પાઠ વાંચો
15 છોકરીઓ તમારા ઘર સાફ રાખો
16 જુની દીવાલ પાસે ઉભા રહો નહિ
17 તમારા મિત્રને મારે ઘેર મોકલશો
18 છોકરાઓ ઘેર જાઓ અને રમો
19 તમારા દાંત ચોક્ખા રાખો
20 રોજ નિશાળે જજો અને પાઠ વાંચજો
Exercise –
38 X 4
01 ગુજરાતી માં અને અંગ્રેજીમાં આજ્ઞાર્થ માં શી ફેર છે
02 આજ્ઞાર્થ વાપરી પાંચ વાક્ય અંગ્રેમાં લખો
03 આજ્ઞાર્થ માં ક્રિયા વિશેષણ ક્યાં વપરાય
CHAPTER
– 39 GRAMMAR
& COMPOSITION
Degree of
comparison – ડીગ્રી ઓફ કમ્પેરીઝન – તુલના ની સરખામણી
જે વિશેષણ
વતા ઓછા ગુણનો મુકાબલો બતાવે તેને તુલના કહેવામાં આવેછે અંગ્રેજીમાં Comparison કહેવાય છે
અંગ્રેજીમાં તુલનાના ત્રણ પ્રકાર છે જે નીચે મુજબ છે
01 – Positive Degree પોઝીટીવ
ડીગ્રી મૂળ રૂપ
02 – Comparative Degree કમ્પેરેટિવ ડીગ્રી અધિકતા
વાચક રૂપ
03 – Superlative Degree સુપરલેટિવ ડીગ્રી શ્રેષ્ઠતા
વાચક રૂપ
01 – Positive Degree પોઝીટીવ
ડીગ્રી મૂળ રૂપ
Example 01 –
That tree ia large.
02 – This girl is wise.
03 – Ahmedabad is abig
city.
04 – Ramesh is a clever
student.
05 – My neighbour is
rich.
ઉપર ના વાક્યો તપાસતા માલુમ પડે છે કે large,
wise, big, clever, rich. વિશેષણો પદાર્થ કે પ્રાણી નો ગુણ
બતાવવા માટે વપરાયા છે જેથી જે
વાક્યમાં વિશેષણ નું મૂળ રૂપ વપરાયું હોય તેને Positive Degree કહેવામાં આવેછે
પોઝીટીવ ડીગ્રી નો કોઈ પ્રત્યય નથી
02 – Comparative Degree કમ્પેરેટિવ ડીગ્રી અધિકતા
વાચક રૂપ
Example 01 –
This tree is larger than that.
02 – That girl is wiser
than I.
03 – Bombay is bigger
city than Ahmedabad.
04 – Ramesh is clever
than Mahesh.
05 – My neighbour is
richer than you.
ઉપલા દરેક વાક્યોમાં પ્રાણી પદાર્થ કે કોઈ બે વસ્તુની સરખામણી કરવામાં
આવીછે જેથી બે પ્રાણી પદાર્થ કે વસ્તુ ની
સરખામણી કરવા માટે જે વિશેષણ
વપરાયેલ હોય તેને Comparative Degree કહેવામાં આવેછે અંગ્રેજીમાં કમ્પેરેટિવ ડીગ્રી
નો પ્રત્યય er
છે અને તે શબ્દ ની પછી Than
વાપરવામાં આવેછે
03 – Superlative Degree સુપરલેટિવ ડીગ્રી શ્રેષ્ઠતા
વાચક રૂપ
Example 01
– This tree is the largest of all
02
– Is the wisest of all the girls.
03
– bombay is the bigest city in india.
04
– Ramesh is the cleverest of all the students.
05
– He is the richest of all the men.
ઉપર ના દરેક વાક્યોમાં વિશેષણનો બીજા બધા કરતા શ્રેષ્ઠ બતાવવા માટે
ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી જે શબ્દ
થી કોઈપણ પ્રાણી પદાર્થ કે
વસ્તુ ને બીજા બધા કરતા શ્રેષ્ઠ બતાવવામાં આવે તેને શ્રેષ્ઠતા વાચક રૂપ કહેવામાં
આવેછે અંગ્રેજી
માં est
પ્રત્યય છે તેની પૂર્વે The
અને તેના પછી Of
કે In
વપરાય છે
(Rules of
comparison તુલના ના નિયમો)
Example 01 – Yogesh is wise.
02
– Mahendra is wiser than Ashok.
03
– Pradip is wisest of all the students.
નિયમ – ૧ બધા એક
પદી અને કેટલાક બે પદી વિશેષણની તુલના er
અને est
લગાડવાથી થાય છે દા.ત.
Rich, Richer, Richest Kind, Kinder,
Kindest. પરંતુ
જો વિશેષણના છેડે e હોય તો માત્ર r
અને st
પ્રત્યય
લગાડવામાં આવેછે દા.ત. wise,
wiser, wisest.
Example 01
– Iron is heavy.
02
– Lead is heavier Than Iron
03
– Mercury is the heaviest of all.
નિયમ – ૨ જો
વિશેષણને છેડે y હોય અને y ની પૂર્વે વ્યંજન આવેલા હોય તો y
નો i
કરીને પછી er, est
પ્રત્યય
લગાડવો દા.ત. heavy,
heavier, heaviest.
Example 01 – Rajkot is big city.
02 – It is bigger than
jamnagar.
03 – It is the biggest
city in Saurashtra.
નિયમ – ૩ જો
વિશેષણના છેડે વ્યંજન હોય અને તેની પૂર્વે એકજ સ્વર હોય તો તે વ્યંજન બેવડી ને er
અને est
પ્રત્યય લગાડવો દા.ત. Big,
Bigger, Biggest.
Example 01 – This
baby is handsome.
02 – Chandrika is more
handsome than she.
03 – Pradip is most
handsome of all.
નિયમ – ૪ બેથી
વધારે પદવાળા વિશેષણને er કે est પ્રત્યય લગાડવામાં આવતા નથી પરંતુ તેની પૂર્વે more
મુકવાથી અધિકતા વાચક અને most
મુકવાથી શ્રેષ્ઠતા વાચક રૂપ તૈયાર થાયછે
Example 01
– Handsome, more handsome, most handsome.
02
– Active, more active, most active.
03
– Beautiful, more beautiful, most beautiful.
04
– Interesting, more interesting, most interesting.
Positive Comparative Superlative
Tall ઉચું taller ના કરતા વધારે tallest સૌથી વધારે
Short ટુંકુ shorter ના કરતા વધારે shortest સૌથી વધારે
Noble ઉમદા nobler ના કરતા વધારે noblest સૌથી વધારે
Large મોટું larger ના કરતા વધારે largest સૌથી વધારે
Happy સુખી happier ના કરતા વધારે happiest સૌથી વધારે
Pretty સુંદર prettier ના કરતા વધારે prettiest સૌથી વધારે
Fat જાડું fatter ના કરતા વધારે fattest સૌથી વધારે
Red લાલ redder ના કરતા વધારે reddest સૌથી વધારે
Tired થાકેલા more
tired ના કરતા વધારે most
tired સૌથી વધારે
Useful ઉપયોગી more
useful ના કરતા વધારે most
useful સૌથી વધારે
જે વિશેષણના તુલનાના રૂપ er
કે est પ્રત્યય લગાડવાથી થતા નથી તેને અનિયમિત તુલના કહેવામાં આવેછે
નીચેના અનિયમિત તુલના વાળા
વિશેષણો યાદ રાખો
Positive Comparative Superlative
Good સારું better best
Bad ખરાબ worse worst
Little નાનું less least
Many ઘણા more most
Much ઘણું more most
Far દુર farther farthest
Well સારું better best
Ill માંદુ worse worst
Late
મોડું later latest
Late મોડું latter last
Old ઉમર older oldest
Old ઉમર elder eldest
નોંધ એક – Late
ના Comparative
અને Superlative
ના રૂપ બબ્બે થાયછે Later
અને Latest
વખત સુચ્વેછે
પરંતુ Latter
અને Last
અનુક્રમ સુચવે છે
Comparative Superlative
Later વધારે મોડું Latest સૌથી મોડું
Latter પછીનું, પાછલું, બીજું Last છેલ્લું
નોંધ બે – Old
ના પણ Comparative અને Superlative
ના બબ્બે રૂપ થાયછે કોઈપણ બે પ્રાણી કે પદાર્થ ની
ઉમર નો મુકાબલો કરવા સારું Older
અને Oldest
વપરાય છે પરંતુ એકજ કુટુંબ ના બચ્ચા ની ઉમર ના
સંબંધ માં Elder
અને Eldest વપરાય છે
CHAPTER
– 39 EXERCISE – 39
Degree of
comparison – ડીગ્રી ઓફ કમ્પેરીઝન – તુલના ની સરખામણી
Exercise –
39 X 1
(નીચેના વાક્યોમાં ખાલી જગ્યાએ કૌંસમાં આપેલ વિશેષણ નું યોગ્ય રૂપ
મુકો)
01 Hari is the (idle)…..boy in the class.
02
Her doll is (pretty)…..than yours.
03
He is the (rich)…..man in the town.
04 She is (bad)…..girl of the tow.
05
Silver is (light…..than gold.
06
Iron is (useful)…..than any other
metal.
07
this is the (little)…..price I can
pay.
08
Abdul is the (tall)…..boy in the
class.
09
Of the two mangoes this is the
(large)…..
10
Ceylon is (small)…..than india.
11
Mukund is (old)…..than I am.
12
My father is (rich)…..man in the town.
13 Raman is (beautiful)…..than jaya.
14
Moon is (far)…..from the earth.
15
My brother is (well)…..today than
yesterday.
16
Gopal came (early) of All.
Exercise –
39 X 2
(Translate in to English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
01 સૌરાષ્ટ્રમાં ગિરનાર સૌથી ઉંચો પર્વત છે
02 શેત્રુંજી કરતા ભાદર વધારે મોટી નદી છે
03 ભાવનગર કરતા રાજકોટમાં વધારે ઠંડી પડે છે
04 હિમાલય સુંદર પર્વત છે
05 બદ્રીનાથ માં સૌથી વધારે ઠંડી પડે છે
06 ઉનાળામાં ગંગા નદીમાં વધારે પાણી હોયછે
07 રાજકોટમાં સૌથી મોટો લતો જયરાજ પ્લોટ છે
08 પોરબંદર મોટું શહેર છે પણ તેના કરતા જુનાગઢ વધારે મોટું છે અને
અમદાવાદ સૌથી મોટું છે
09 સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ભક્ત નરસિંહ મહેતા થઇ ગયા
10 મુંબઈ ની ગાડી કરતા કલકતાની ગાડી મોડી ઉપડે છે
11 રશિયાનો ઉપગ્રહ પૃથ્વી ની આસપાસ ફરે છે
12 હસનઅલી અમારી શાળામાં સૌથી સારો વિદ્યાર્થી છે
13 ગાયના દૂધ કરતા ભેંસનું દૂધ ઘાટું હોય છે
14 લાલુભાઈ અમારી શાળામાં સૌથી ઘરડા માણસ છે
15 સતીશની તબિયત વિષે છેલ્લા શું સમાચાર છે
16 બધા શહેરો કરતા બનારસમાં સારી કેરી મળે છે
17 સંસ્કૃત વિધા માટે બનારસ સૌથી વધુ પ્રખ્યાત છે
18 ગંગારામભાઈ અમારી શાળાના સૌથી જુના કાર્યકર્તા છે
19 બધી રાત્રી શાળાઓમાં શ્રી ધર્માર્થ રાત્રીશાળા સૌથી જૂની શાળા છે
20 અહીંથી અમદાવાદ દુર છે વડોદરા વધારે દુર છે અને મુંબઈ સૌથી વધારે દુર
છે
Exercise –
39 X 3
01 નિયમિત અને અનિયમિત તુલનાનો ફેરફાર દાખલો આપી સમજાવો
02 શ્રેષ્ટતા વાચક રૂપ તમે કેવીરીતે શોધશો તે સમજાવો
03 બે અનિયમિત તુલનાના રૂપ યાદ કરી લખો
04 તુલના એટલે શું તે સમજાવો
CHAPTER
– 40 EXERCISE – 40
Direct and
indirect speech – ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેકટ સ્પીચ – પરોક્ષ અને અપરોક્ષ રચના
Exercise –
40 X 1
(Turn into indirect speech)
01 My
father said, “Is it time to go?”
02 He
said to the children, “Do you know who made you?”
03 My
mother said to motiram, “Keep your teeth clean”
04 The
baggar said to ma, “Give me food and clothes”
05 Our
teacher will say to Gopal, “You have played well”
06 Our
friends will say to us, “You did not do your duty”
07 The
young man say to me, “I will pay fifty rupees”
08 Our
headmaster said, “The earth moves round the sun”
09 The
dairyman asked, “Will you buy some milk?”
10 My
brother said, “I am tired now”
11 I
said to Natu, “I received this letter yesterday”
12 The
blind man said, “Please help me to cross the road”
13 I
told my servant, “Go and open the door”
14 The
king said to his minister, “Appoint this young man in our army”
15 “Go
and sit near your sick mother” said the doctor to ramu, “Don’t be nervous, she
will be
All right soon”
16 He
said, “How wonderfull the human brain is I”
17 His
friend said, “Bravo! You have done well”
18 She
said, “May God bless you my child”
19 I
said to him, can you tell me when are you going away? Will you come back soon?
He
Replied “I am going to leave
tomorrow morning it may be years before I return.
I said Oh! Well then good bye me
to all whom I met last year remember.
20 The
hare said to the tortoise, “you poor thing! How slowly you crawl! I could run a
mile
While you travel adozen yards”
21 The
teacher cried out angrily, “what are you doing nazir? If you do not attend to
the lesson
I shall send you to the
headmaster and you will be punished look at your book and do not
Let me catch you playing again.
22 The
teacher said to the boy, “why have you not done your home work? You have become
Very careless and negligent leave
the class room at once.
23 “
How pretty you are! Said the fox to the crow I am sure so beautiful a bird must
have a
Beautiful voice will you not sing
me a few notes”
Exercise –
40 X 2
(Turn into direct speech)
01 He
exclaimed with delight that his friend had passed.
02 He
prayed that God might save the king.
03 The
teacher ordered the boy to leave the class at once.
04 The
captain commanded his soldiers to attack the enemy.
05 He
requested him to wait there till he returned.
06 The
teacher advised the students to work hard and be regular in their studies.
07 He
asked me wether I played football.
08 The
teacher asked me how old I was.
09 The
teacher told the girl that he knew her and her mother.
10 Afzal
said that he wanted to know why he and his friend had brought there.
11 He
exclaimed that it was a terrible storm.
12 He
exclaimed with joy that he had won a scholarship.
13 The
doctor advised the students to take exercise regularly and to sleeo with the
doors
and windows open.
14 God
told Noah that the earth was fieled with sinners he was going to destroy the
earth
So that they might all perish
with it
15 The
doctor asked ramesh whether he had a little iodine ramesh cried out with joy
that
He had a little iodine the doctor
ordered the maid to get the bottle of iodine.
16 Biswamitra
told the king that he was a Brahmin and intended to perform some religious
Rites which would cost him a
great deal and so he had come to him the king replied with
Joy that he was ready to give him
whatever he asked of him.
17 The
fox asked the horse what the matter was and why be was so sad, the horse
replied with
Sorrow that his master had
forgotton all he had done for him he had truned him out.
18 The
cunning lawyer asked him what he would give him if he got him out of prison the
man
Cried out that he would give him
five rupees. He added that there were coins in his hands
And he would give away to him the
moment he was free.
CHAPTER
– 41 GRAMMAR
& COMPOSITION
Interrogative
Sentence – ઇન્ટ્રોગેટીવ સેન્ટેન્સ
– પ્રશ્નાર્થ વાક્યો
(The special uses of To do, To be, To
have, Adverbs, & Pronouns.)
ગુજરાતી વાક્ય ને
પ્રશ્નાર્થ બનાવવામાટે ખાસ કોઈ નિયમ નથી વાક્યની શરૂઆત માં શું મુકવાથી પ્રશ્નાર્થ
નો ભાવાર્થ
નીકળે છે જેમકે પાઠમાળા ના ભાગ ૧ અને ભાગ ૨ તમે વાંચ્યા ?
નિયમ – ૧ અંગ્રેજી વાક્યમાં
મુખ્ય ક્રિયાપદ ના સાથે સહાયકારક ક્રિયાપદ આવેલું હોય ત્યારે કર્તા ને બે ક્રિયાપદ
ની
વચ્ચે મુકવાથી વાક્ય પ્રશ્નાર્થ બને છે
Example 01 – He is working
hard. 01 – Is
he working hard ?
02
– He will do this sum. 02
– Will he do this sum ?
નિયમ – ૨ To
do ના બે
ઉપયોગ છે ૧ – વાક્યના મુખ્ય ક્રિયાપદ તરીકે To do
વપરાય છે ત્યરે તેનો અર્થ કામ
કરવું અથવા બજાવવું એવો થાયછે
Example 01
– He does his lesson.
02
– I did my duty.
03
– They will do their work.
To do ક્રિયાપદ નો બીજો ઉપયોગ તે સહાયકારક ક્રિયાપદ તરીકે થાયછે શુદ્ધ
વર્તમાનકાળ અને ભૂતકાળ માં સહાયકારક ક્રિયાપદ હોતું નથી તેથી તેના વાક્યનું
પ્રશ્નાર્થ કરવું હોય ત્યારે તે વાક્યના ક્રિયાપદના કાળ તથા કર્તા ના પુરુષ અને
વચન પ્રમાણે To do
ક્રિયાપદ નો ઉપયોગ કરવાથી વાક્ય પ્રશ્નાર્થ બને
છે To do નું રૂપ વાક્યમાં પ્રથમ મુકાયછે મુખ્ય ક્રિયાપદ નું મૂળરૂપ કરવું આટલો
ફેરફાર કરવાથી વાક્ય પ્રશ્નાર્થ બને છે
Example 01 – He gets up
early. 01
– Does he getup early ?
02
– You came to my place yesterday. 02
– Did you came to my place yesterday ?
નિયમ – ૩ To
be અને To
have નું
પ્રશ્નાર્થ જે વાક્યમાં To be
અથવા To have
મુખ્ય ક્રિયાપદ તરીકે અથવા તો
સહાયકારક ક્રિયાપદ તરીકે
વપરાયેલ હોય તે વાક્યનું પ્રશ્નાર્થ રૂપ To be
અથવા To have
ના વપરાયેલા શબ્દ નેજ વાક્યમાં
પ્રથમ મુકવાથી વાક્ય
પ્રશ્નાર્થ બને છે
Example 01 – He is ill today. 01 – Is
he ill today ?
02
– Ram was absent. 02
– Was ram absent ?
03
– Sita is playing with her doll. 03
– Is sita playing with her doll ?
04
– You have my book. 04
– Have you my book ?
05
– God has made this world. 05
– Has god made this world ?
નિયમ – ૪
પ્રશ્નાર્થ ક્રિયાવિશેષણ નો ઉપયોગ સમય, સ્થળ, કારણ, તથા રીત વિષે પ્રશ્ન પૂછવા
માટે અનુક્રમે ક્રિયાવિશેષણ When, Where, Why
અને How
વાક્યની શરૂઆત માં વાપરવા
Example 01 –
When will ram come ?
02 – Where do you live ?
03 – Why are you so late
?
04 – How does the earth
move ?
નિયમ – ૫ પ્રશ્નાર્થ
સર્વનામ નો ઉપયોગ અંગ્રેજીમાં પ્રશ્નાર્થ ત્રણ છે 1
– Who કોણ 2
– Which કયો, કઈ, કયું,
3
– What, કયો, કઈ, કયું અથવા શો, શી, શા, શું, આ શબ્દોના ત્રણે વિભક્તિના રૂપ
નીચે પ્રમાણે છે
Nominative
case Objective
case Possessive
case
Who Whom Whose
Which Which Which
What What What
ઉપર પ્રમાણે Who
ના ત્રણે વિભક્તિના રૂપ જુદા છે પરંતુ Which
અને What
ના એકજ રૂપ રહેછે Who
ની સામાન્ય જાતિ
ગણાય છે તે માત્ર મનુષ્ય માટે એકવચન તથા બહુવચન બન્નેમાં વપરાય છે
Example 01
– Who is that man ?
02
– Who are those women ?
Which
ની સામાન્ય જાતિ ગણાય છે તે માત્ર નિર્જીવ
પદાર્થ અને પ્રાણીઓ માટે એકવચન તથા બહુવચન બન્ને માં વપરાય છે સામાન્યરીતે Which
અમુક સંખ્યા માંથી પસંદગી કરવાનું સુચન કરે છે
Example 01
– Which of these pictures did you draw ?
02
– Which is your cap ?
What
ની નાન્યતર જાતિ ગણાય છે તે એકલા નિર્જીવ પદાર્થ ને
માટે એકવચન તથા બહુવચન બન્નેમાં વપરાય છે
Example 01
– What is this ?
02
– What are you doing ?
Which,
What અંગ્રજીમાં પ્રશ્નાર્થ વાક્યમાં ઘણી વખત
પ્રશ્નાર્થ વિશેષણ તરીકે વપરાય છે
Example 01
– Which class went on tour yesterday ?
02
– What time is it ?
03
– Which book is this ?
04
– What things did he get ?
How
much, How many. How much જથ્થા
વાચક પ્રશ્નાર્થ વિશેષણ તરીકે માત્ર એકવચન માં તથા How
many સંખ્યા
વાચક પ્રશ્નાર્થ વિશેષણ તરીકે માત્ર બહુવચન માં અંગ્રેજી વાક્યમાં વપરાય છે
Example 01 – How
much water is in the jug ?
02 – How many books are
in your bag ?
(To do ક્રિયાપદ ના વધુ ઉપયોગ)
ઉપયોગ – ૧ કોઈ ક્રિયાપદ વાક્યમાં એકવાર
વપરાયું હોય અને ફરીથી વાપરવું હોય તો તે ન વાપરતા તેને બદલે ક્રિયાપદ કાળ, પુરુષ,
અને વચન પ્રમાણે To do
ક્રિયાપદ વપરાય છે પરંતુ To
be અને To
have ક્રિયાપદ
ને બદલે કે To have ક્રિયાપદ વપરાય નહી કોઈ વખત ફરી વપરાય છે કોઈ વખત અધ્યાર રહે છે
Example 01
– You cannot walk as I do (walk).
02
– Manu came sooner than you did (came).
03
– My friend is healthier than I (am).
04
– Motor car goes faster than the cycle does (goes).
05
– I have less money than he (has).
ઉપયોગ – ૨ ગુજરાતીમાં ચલાવી લેવું એ અર્થ દર્શાવવા ચાલ ધાતુ વપરાય છે
તેનું અંગ્રેજી ક્રિયાપદ To do
ક્રિયાપદ થી થાય છે પરંતુ ચાલ ધાતુ નો અર્થ
વાપરવું થાય ત્યારે અંગ્રેજી ક્રિયાપદ ‘To be used’
થી કરવો
Example 01
- We cannot do without air, water and food.
02
- The pathmala is used in this school.
CHAPTER
– 41 EXERCISE – 41
Interrogative
Sentence – ઇન્ટ્રોગેટીવ
સેન્ટેન્સ – પ્રશ્નાર્થ વાક્યો
(The special uses of To do, To be, To
have, Adverbs, & Pronouns.)
Exercise –
41 X 1
(નીચેના વાક્યોના પ્રશ્નાર્થ બનાવો)
01
I am walking quickly.
02 My brother will write a letter.
03
The moon was shining brightly.
04 This dog had eaten the whole loaf.
05
My father will buy a watch for me.
Exercise –
41 X 2
(નીચેના વાક્યોના પ્રશ્નાર્થ બનાવો)
01
He plays cricket.
02 You
wrote letter.
03
That man sells fruit.
04
They went on pilgrimage.
05
Many foreigners visited india.
Exercise –
41 X 3
(નીચેના વાક્યોના પ્રશ્નાર્થ બનાવો)
01
The postman is late.
02
The poor are kind.
03
This doctor has many servants.
04
The train is running late today.
05
The sun will have set by six o’clock.
Exercise –
41 X 4
(નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પ્રશ્નાર્થ ક્રિયાવિશેષણ થી પુરો)
01
…..do you get up ?
02
…..did you do this sum ?
03
…..do they fight ?
04
…..did you see him yesterday ?
05
…..do you sharpen your pencil ?
Exercise –
41 X 5
(નીચેના વાક્યોમાં ખાલી જગ્યા માં યોગ્ય શબ્દ મુકો)
01
…..is your father ?
02 …..is this man ?
03
…..is your handkerchief ?
04
…..millet did you buy ?
05
…..students are there in your class ?
Exercise –
41 X 6
(નીચેના લખેલા વાક્યોમાં ખાલી રાખેલી જગ્યાએ To do ક્રિયાપદ નું યોગ્ય રૂપ મુકો)
01 Hold your pen as I…..
02
A buffalo gives more milk than a
cow…..
03 He cannot walk as you…..
04
If you have no coat a vest will…..
05
Will this book…..
Exercise –
41 X 7
(Translate in to English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
01 અમે ફરવા જીઈએ છીએ તમે આવો છો ?
02 તમે તમારી ચોપડી મને આપશો ?
03 શું આવતીકાલે તમારો ભાઈ અહી આવશે ?
04 શું આ વર્ગ ના છોકરાવો રોજ
ક્રિકેટ રમે છે ?
05 શું સુર્ય રોજ છ વાગે ઉગે છે ?
06 શું તમારો ભાઈ ભણ્યો નથી ?
07 શું પેલો શિકારી હરણને પકડી ગયો ?
08 તમારો ભાઈ બીમાર છે ?
09 તે ભરવાડ પાસે ઘણા ઘેટા તથા બકરા છે ?
10 શું તે સમયે તેઓ હાજર હતા ?
11 શું તે છોકરીઓ પાસે ઢીંગલીઓ હતી
12 તમે આ દાખલો કેવીરીતે ગણ્યો ?
13 પેલા યાત્રાળુઓ ક્યાં ગયા છે ?
14 મુંબઈ ની ગાડી ક્યારે ઉપડે છે ?
15 આ પ્યાલો કોણે ભાંગ્યો ?
16 આ માંથી તમારી ચોપડી કઈ છે ?
17 તમે શું કરી રહ્યા છો ?
18 કયો છોકરો ગઈકાલે ગેરહાજર હતો ?
19 કયું મનોયત્ન તમે કરી રહ્યા છો ?
20 તમારી પાસે કેટલો પૈસો છે ?
21 તમને કેટલું દૂધ મળ્યું ?
22 તમારી પાસે કેટલા પુસ્તકો છે ?
23 તમે કેટલા ઇનામો મેળવ્યા ?
24 તમારે કેલા ભાઈ બહેનો છે ?
25 શું ગરમ સાલ ચાલશે ? હા એ ચાલશે
26 આપણને હવા પાણી અને ખોરાક વગર ચાલે નહિ
27 મારો ભાઈ મારા કરતા વધુ હોશિયાર છે
28 તે ખેડૂત ને મારા કરતા વધારે પ્રાણીઓ છે
29 આ શાળામાં નકશાઓ વાપરવામાં આવે છે
Exercise –
41 X 8
01 વાક્યનું પ્રશ્નાર્થ રૂપ બનાવવા માટેના ત્રણ નિયમો સમજાવો
02 પ્રશ્નાર્થ ક્રિયાવિશેષણ અવ્યય વાક્યમાં વાપરી સમજાવો
03 Who,
Which, What વિગેરે પ્રશ્નાર્થ સર્વનામ નો ઉપયોગ સમજાવો
04 How
much, How many નો તફાવત બતાવો
05 ગુજરાતીના ચાલ ધાતુ નો અંગ્રેજી તરજુમો કેવીરીતે થાય છે તે સમજાવો
06 એક નું એક ક્રિયાપદ ફરી વાપરવાનું હોય ત્યારે લાગુ પડતો નિયમ સમજાવો
07 એકજ વાક્યમાં To be
અથવા To have
ફરી વાપરી શકાય કે નહિ તે સમજાવો
Exercise –
41 X 9
(Answer in English)
01 Who
are you?
02 What
is your father’s name?
03 Do
you like to sing?
04 Where
is your pen?
05 Do
you know English?
06 How
many hands have you?
07 With
what do you see?
08 Do
you like tea or milk?
09 When
do you get up?
10 Where
is your school?
11 What
is your surname?
12 How
many feet have a cow?
13 Will
you eat food?
14 Will
you come with me?
15 How
are you?
16 Can
you speak Hindi?
17 Where
is your house?
18 Who
teaches you English?
19 What
is your age?
20 Do
you play cricket?
21 Do
you fly kite?
22 Have
you a book?
23 Where
is your slate?
24 Why
do you come to school?
25 Do
you read daily?
26 Does
your sister play with you?
27 What
is your native place?
28 Are
you a clever boy?
29 Which
is your class?
30 What
is your father?
CHAPTER
– 42 GRAMMAR
& COMPOSITION
Negative Sentence
– નેગેટીવ સેન્ટેન્સ –
નિષેધાર્થ વાક્યો
(Uses of To do, and Not)
નિયમ – ૧ નિષેધાર્થ રૂપ To do ના ઉપયોગ થી અંગ્રેજીમાં
વાક્યના ક્રિયાપદ નિષેધાર્થ રૂપ બે રીતે બને છે ૧ – વાક્યમાં Do નો ઉપયોગ કરવાથી ૨ –
વાક્યમાં પહેલે નંબરે આવતા સહાયકારક ક્રિયાપદ પછી Not મુકવાથી
અંગ્રેજીમાં
શુદ્ધ વર્તમાનકાળ તથા શુદ્ધ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ હોતું નથી તેવા વાક્યનું To be અને To have
સિવાય નું ક્રિયાપદ હોય ત્યારે મુખ્ય ક્રિયાપદ ના પૂર્વે Do ના રૂપ ક્રિયાપદના
કાળ તથા કર્તા ના પુરુષ તથા વચન પ્રમાણે મુકવાથી તથા તેના પછી તરત જ Not મુકવાથી વાક્ય
નિષેધાર્થ બને છે ત્યારે મુખ્ય ક્રિયાપદ મૂળરૂપ માં મુકવું
Example 01 – He does hard
work. 01 –
He does not do hard work.
02
– He walked two miles. 02
– He did not walk two miles.
નોંધ – શુદ્ધ
વર્તમાનકાળ તથા શુદ્ધ ભૂતકાળના વાક્યમાં To be અથવા To have વગેરે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું
હોય ત્યારે તે ક્રિયાપદ ની
બાજુમાં Not મુકવાથી વાક્ય નિષેધાર્થ બને છે ત્યારે Do
ના રૂપ ની જરૂર રહેતી નથી
Example 01 – They are
players. 01
– They are not players.
02
– You had gone out before the postman 02
– You had not gone out when the
Came. postman
Came.
નિયમ – ૨ જયારે વાક્યનું ક્રિયાપદ
સહાયકારક અને મુખ્ય ક્રિયાપદ એમ બે શબ્દનું બનેલું હોય ત્યારે તે બે શબ્દની
વચ્ચે માત્ર Notમુકવાથી વાક્યનું નિષેધાર્થ રૂપ બને છે
Example 01 – He will ride a
horse. 01 –
He will not ride a horse.
02
– They were singing song. 02
– They were not singing a song.
(The
Emphatic use of To do)
To do નો વધુ એક ઉપયોગ કોઈ વાત ભાર દઈને
કહેવી હોય ત્યારે હકાર વાક્યમાં મુખ્ય ક્રીયાપ્દની પહેલા To
do
સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય
છે
Example 01
– Do come
02
– He does sing well.
03
– He did speak well
CHAPTER
– 42 EXERCISE – 42
Negative Sentence
– નેગેટીવ સેન્ટેન્સ –
નિષેધાર્થ વાક્યો
(Uses of To do, and Not)
Exercise – 42 X 1
(નીચેના વાક્યો પ્રશ્નાર્થ તેમજ નિષેધાર્થ
બનાવો)
01 He goes for a walk daily.
02
They went to see a picture.
03 They will earn money.
04
Walking is the best exercise.
05 Sarala has three brother.
Exercise –
42 X 2
(નીચેના વાક્યો પ્રશ્નાર્થ તેમજ હકારવાચક બનાવો)
01 Your friend does not like this book.
02
This pen is not good.
03
God will not forgive bad people.
04
Your hand writing is not good.
05
That man has no children.
Exercise –
42 X 3
(Translate in to English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
01 શું તમારા પિતાજી અંગ્રેજી જાણે છે ?
02 હા મારા પિતાજી અંગ્રેજી જાણે છે પરંતુ ફ્રેંચ જાણતા નથી
03 મારી પાસે એક પેનસિલ છે તમારી પાસે કેટલી પેનસિલ છે ?
04 એશિયા ખંડ માં સૌથી મોટો દેશ કયો છે ?
05 એશિયા ખંડ માં સૌથી મોટો દેશ ભારત દેશ છે
06 શું આપણા દેશની વસ્તી ચીન દેશ જેટલી છે ?
07 ના આપણા દેશની વસ્તી ચીન જેટલી નથી પરંતુ વિશાળતામાં આપણો દેશ મોટો છે
08 બાળકોએ ચા પીવી તે ખરાબ છે શું તમે એ જાણતા નથી ?
09 ફ્રાંસ નું પાટનગર પેરીસ છે
10 ભારત નું પેરીસ કયું છે તે તમે જાણો છો ?
11 ના ભારત નું પેરીસ હું જાણતો નથી
12 જયપુર તે ભારત નું પેરીસ છે
13 શું સુરતના રસ્તાઓ સાંકડા નથી ?
14 તમે મારે ત્યાં જરૂર આવજો હું તમારી રાહ જોઇશ
15 તમે તમારી કલમ કેમ પકડો છો ?
16 તમારું વાંચન સારું નથી તમારે તે સુધારવું જોઈએ
17 મારા ઘર ને એક પણ બારી નથી
18 તમે ભારતના વડાપ્રધાનને જોયા છે ?
19 ભારતની મોટામાં મોટી નદી કઈ છે ?
20 ભારતની મોટામાં મોટી નદી તે ગંગા નદી છે
Exercise –
42 X 4
01 To be અને To have
વાળા વાક્યનું નિષેધાર્થ રૂપ કેવીરીતે બને તે
સમજાવો
02 શુદ્ધ વર્તમાનકાળ તથા શુદ્ધ ભૂતકાળના વાક્યનું નિષેધાર્થરૂપ બનાવવા
માટેના નિયમ સમજાવો
03 વાક્યમાં મુખ્ય ક્રિયાપદ ની સાથે સહાયકારક ક્રિયાપદ વપરાયેલું હોય
ત્યારે નિષેધાર્થરૂપ કેવીરીતે બનાવવું તે નિયમ
સમજાવો
No comments:
Post a Comment