English Grammer Part9
Chapter
– 34 Kinds Of Participle – કાઈન્ડસ ઓફ પાર્ટીસિપલ – કૃદંત ના પ્રકાર
Chapter
– 35 The Use of Punctuation Mark –
ધ
યુઝ ઓફ પન્ક્ચ્યુએશન માર્ક – વિરામ ચિહ્નો નો ઉપયોગ
Chapter
– 36 The Auxiliary and Defective Verbs. –
ધ
એક્સ્યુંલરી એન્ડ ડિફેકટીવવર્બ – સહાયકારક અને અપૂર્ણ
ક્રિયાપદ
Chapter
– 37 The Active & Passive Voice. –
ધ
એક્ટીવ એન્ડ પેસીવ વોઇસ – મૂળભેદ અને સહ્યભેદ
CHAPTER – 34 EXERCISE – 34
Kinds
Of Participle – કૃદંત ના
પ્રકાર
Exercise –
34 X 1
(ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા ક્રિયાપદ ના વર્તમાન કૃદંતના રૂપ મુકો)
01 (Tobark)
.....dog seldom bite
02 They
worship (To rise) .....sun
03 You
hear that boy (To read) .....slowly
04 I see
the boys To play) .....cricket
05 The cow
is (To eat) .....grass
Exercise –
34 X 2
(ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા ક્રિયાપદ ના ભૂત કૃદંતના રૂપ મુકો)
01 That
water is (To boil) .....
02 Iam (To
tire) .....of working these sums
03 Isaw
the letter (To post).....
04 We get
up in the morning (To rest) .....
05 Write
on a (To rule) .....paper
Exercise –
34 X 3
(Translate in to English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
01 આ નદીનું વહેતું પાણી સારું છે
02 તેઓ રાંધેલો ખોરાક ખાય છે
03 આ છોકરીઓ હસતી હસતી નિશાળે જાય છે
04 હું નાના છોકરાઓને ક્રિકેટ રમતા જોઉં છું
05 હું સવારમાં પક્ષીઓને ગાતા સાંભળું છું
06 તે શિક્ષક છોકરાઓને દાખલા ગણતા જુવે છે
07 ભસતા કુતરા ભાગ્યેજ કરડે છે
08 રમતા છોકરા રૂપાળા લાગે છે
09 હસતો ચહેરો બધાને ગમે છે
10 આ છોકરીઓ અંગ્રેજી ભણેલી છે
11 સારા લોકો ઊગતા સુર્ય ને પુજે છે
12 સાંજે અમે સુર્ય ને આથમતો જોઈએ છીએ
13 બિલાડી ને સાંભળી ઉંદરો નાસી જાય છે
14 તેઓ ઘોડા ને દોડતા જુવે છે
15 તમે હસતા હસતા ઘેર જાઓ છો
16 અમે હંસોને તળાવમાં તરતા જોઈએ છીએ
17 હું મારી બહેન ને કપડા ધોતી જોવ છું
18 અમે બિપીનને ગાતા સાંભળીએ છીએ
19 હું ઉષાને મોજા ગુંથતી જોવ છું
20 ઉંઘતા સિંહને ઉઠાડો નહિ
Exercise –
34 X 4
01
વર્તમાન
કૃદંત તથા ભૂત કૃદંત નો પ્રત્યય શું છે તે દાખલા આપી સમજાવો
02 To stop ક્રિયાપદ ઉપરથી વર્તમાન કૃદંત અને ભૂત
કૃદંત બનાવવા શું ફેરફાર કરવો પડશે તે સમજાવો
03
વર્તમાન
અને ભૂત કૃદંત જુદા જુદા વાપરી પાંચ વાક્યો બનાવી અંગ્રેજી માં લખો
CHAPTER
– 35 GRAMMAR
& COMPOSITION
The Use of
Punctuation Mark – ધ યુઝ ઓફ પન્ક્ચ્યુએશન માર્ક – વિરામ ચિહ્નો નો ઉપયોગ
Punctuation – વિરામ
ચિહ્નો
ગુજરાતી કે અંગ્રેજી માં લખાણ લખતી વખતે આવતા વિરામ
ચિહ્નો મુખ્ય ચાર છે જે નીચે મુજબ છે
01
– The Full Stop ( . ) – ફૂલ સ્ટોપ – પૂર્ણ વિરામ
ફૂલ સ્ટોપ હમેશા વાક્યના છેડે મુકવામાં આવેછે તેમજ કોઈ પણ શબ્દના
ટુંકા રૂપની પછી પણ ફૂલ સ્ટોપ મુકવામાં
આવેછે
Example 01 – I
Love my parents.
02 – I Know Dr. Mehta
03 – There are seven
days in a week.
04 – Ring the bell.
05 – I saw Mr. Mehta.
06 – It is my dog.
07 – My brother play in
the garden.
02
– The Question Mark ( ? ) – ક્વેશ્ચન માર્ક – પ્રશ્નાર્થ ચિહ્ન
ગુજરાતી કે અંગ્રેજી માં લખેલ વાક્ય માં પ્રશ્ન પૂછવા નો ભાવાર્થ
સમાયેલો હોય ત્યારે ક્વેશ્ચન માર્ક મુકવામાં આવેછે
Example 01 –
Where are you going ?
02 – Do you know English
?
03 – Where is your
School ?
04 – Who are you ?
05 – Have you a Pencil ?
06 – Is the rug red ?
03
– The Exclamation Mark ( ! ) – એક્સકલેમેશન માર્ક – આશ્ચર્ય ચિહ્ન
ગુજરાતી
કે અંગ્રેજી માં લખેલ વાક્ય નો ભાવાર્થ આશ્ચર્ય થાય કે ઉદગાર વાચક થતો હોય ત્યારે
વાક્ય ને છેડે આશ્ચર્ય
ચિહ્ન મુકવામાં આવેછે
Example
01
– How dark the night is !
02 – What a clever boy
he is !
03 – Hurrah ! our team
won the match.
04 – What a nice time we
had !
05 – How Wonderful !
06 – O father ! I here
the sound of bells
04
– The Comma ( , ) – ધી કોમા – અલ્પવિરામ
ગુજરાતી
કે અંગ્રેજી માં લખાણ લખતી વખતે અર્થ અધુરો બતાવવાનો હોય ત્યારે કોમા નો ઉપયોગ થાય
છે
Example 01 –
Thes chair is big, but that is little.
02 – Shut the door,
please.
03 – Hari says, “The
news is true’’
04
– When, I came she was reading.
05
– Sushila passed, but Manjula failed.
CHAPTER
– 35 EXERCISE – 35
The Use of
Punctuation Mark – ધ યુઝ ઓફ પન્ક્ચ્યુએશન માર્ક – વિરામ ચિહ્નો નો ઉપયોગ
Exercise –
35 X 1
(નીચેના વાક્યો વિરામ
ચિહ્નોનો મુકી ફરીથી લખો)
01 What is your father Sharia
02 How beautiful the Taj Mahal is
03 What a stupid man
04 The cow gives milk
05 Arvind shut the door please
06 I run fast and Arvind ran faster
07 Where is your school
08 Save me from ruin O God
09 Do you know this story
10 What a clever
11 He said I shal come
12 How clean the sky is
13 Do you like reading
14 Did we win the match
15 He is idle but clever
CHAPTER
– 36 GRAMMAR
& COMPOSITION
The Auxiliary
and Defective Verbs. – ધ એક્સ્યુંલરી એન્ડ
ડિફેકટીવવર્બ – સહાયકારક અને અપૂર્ણ ક્રિયાપદ
To be, To have અને To do એ ત્રણ ક્રિયાપદ ના
બધા કાળના રૂપ બને છે માટે તે ત્રણ ક્રિયાપદ પૂર્ણ ક્રિયાપદ કહેવાય છે
જયારે Shall, Will, May, Can,
Ought,
અને
Must ક્રિયાપદ ના માત્ર
વર્તમાનકાળ અને ભૂતકાળ ના જ રૂપ
થાય છે તેથી તે અપૂર્ણ ક્રિયાપદ કહેવાયછે તેને માત્ર બીજા
પુરુષ એક વચન માં પ્રત્યય લાગે છે અને તે ફક્ત કવિતા કે પ્રાર્થના માં જ વપરાય છે
તેના રૂપો નીચે મુજબ છે
વર્તમાન કાળ ભૂતકાળ
એક વચન બહુવચન એક વચન બહુવચન
પહેલો પુરુષ Shall Shall Should Should
બીજો
પુરુષ Shall Shall Shouldst Should
ત્રીજો
પુરુષ
Shall Shall Should Should
પહેલો
પુરુષ Will Will Would Would
બીજો
પુરુષ Will Will Wouldst Would
ત્રીજો
પુરુષ Will Will Would Would
પહેલો
પુરુષ May May Might Might
બીજો
પુરુષ Mayest May Mightest Might
ત્રીજો
પુરુષ May May Might Might
પહેલો
પુરુષ Can Can Could Could
બીજો
પુરુષ Canst Can Couldst Could
ત્રીજો
પુરુષ Can Can Could Could
પહેલો
પુરુષ Ought Ought
બીજો
પુરુષ Oughtest Ought
ત્રીજો
પુરુષ Ought Ought
પહેલો
પુરુષ Must Must
બીજો
પુરુષ Must Must
ત્રીજો
પુરુષ Must Must
જુદા જુદા કાળના રૂપ
બનાવવા માં જે ક્રિયાપદ ની સહાય લેવામાં આવેછે તેવા સહાયકારક ક્રિયાપદ કુલ ચાર છે
To be, To have, Shall, Will.
To be ક્રિયાપદ ના સાદાકાળ ના રૂપ ની સાથે આપેલ
ક્રિયાપદ નું વર્તમાન કૃદંત જોડવાથી બધા ચાલુ કાળના
મૂળભેદ ના રૂપ તૈયાર થાયછે To be ના રૂપની સાથે મુખ્ય
ક્રિયાપદ નું ભૂતકૃદંત જોડવાથી બધા કાળ
એટલે કે નવ કાળ
ના સહ્ય ભેદ ના રૂપ તૈયાર થાય છે
Example 01 –
The Sun is shining.
02 – It
was raining.
03 – The
tiger was killed by the hunter.
To
have ક્રિયાપદ ના સાદા કાળ ના રૂપની સાથે મુખ્ય
ક્રિયાપદ નું ભૂતકૃદંત જોડવાથી બધા પૂર્ણ કાળના મૂળભેદ
રૂપ તૈયાર થાયછે
Example 01
– I have bought many books.
02
– We had reached the station before the train started.
To
do ક્રિયાપદ નો નીચે મુજબ ઉપયોગ થાયછે ૧ – આજ્ઞાર્થ
નકારમાં ૨ – હકાર આજ્ઞાર્થ માં ભાર દર્શાવવા માટે
૩ – વર્તમાન કાળ તથા ભૂતકાળ ના
વાક્યો ને પ્રશ્નાર્થ બનાવવા માટે ૪ – વર્તમાન કાળ તથા ભૂતકાળ ના વાક્યોને નકાર
બનાવવા માટે ૫ – વર્તમાન કાળ
તથા ભૂતકાળ ના વાક્યો માં ભાર દર્શાવવા માટે To
do ક્રિયાપદ
મુખ્ય ક્રિયાપદ ના મૂળ
રૂપ ની સાથે વપરાય છે
Example 01
– When does the train start?
02
– They do work hard.
03
– Do write to me.
04
– Do not go near the well.
Shall તથા Will નો ખાસ ઉપયોગ વાક્ય માં માત્ર ભવિષ્ય કાળ નો અર્થ દર્શાવવા માટે
ભવિષ્ય કાળ માં પ્રથમ
પુરુષ એકવચન અને બહુવચન માં
મુખ્ય ક્રિયાપદ ની પૂર્વે Shall
વપરાય છે તથા બીજા અને ત્રીજા પુરુષ એકવચન અને
બહુવચન માં Will વપરાય છે ભવિષ્ય કાળ માં નિશ્ચય
આજ્ઞા ધમકી જરૂરિયાત કે નક્કી પણું દર્શાવવા માટે
પ્રથમ પુરુષ
એકવચન અને બહુવચન માં Shall
ને બદલે Will તથા બીજા અને ત્રીજા પુરુષ
એકવચન અને બહુવચન માં Will ને
બદલે Shall વપરાય છે
Should, Would, અને Ought નો ઉપયોગ
Should
જોઈએ ફરજ છે કર્તવ્ય છે એમ દર્શાવવા મુખ્ય
ક્રિયાપદ ના મૂળ રૂપ ની સાથે વપરાય છે
Example 01
– We Should do our duty.
Would
ઘણી વાર નિશ્ચય અથવા હઠ અને નિયમિત ક્રિયા
દર્શાવવા મુખ્ય ક્રિયાપદ ના મૂળ રૂપ ની સાથે વપરાય છે
Example 01
– I told him not to go but he Would go.
Ought ફરજ છે કર્તવ્ય છે એમ દર્શાવવા
Should ને બદલે Ought વાપરી શકાય છે પરંતુ Ought
ની પછી
વાક્યમાં To
વાપરવું એવો નિયમ છે
Example 01
– We ought to do our duty.
May
નો ઉપયોગ જયારે રજા માંગવા માટે, ઈચ્છા બતાવવા
માટે, આશીર્વાદ માટે, સંશય, સંભવ દર્શાવવા માટે
પ્રયોજન માટે May
નો ઉપયોગ થાય છે
Example 01
– May I come in to
the class, Sir ?
02
– May God bless you !
03
– There are clouds in the sky, so May rain to day.
04
– We eat that We May live.
Must
અમુક કાર્ય કર્યા વગર છુટકો નથી અનિશ્ચિતપણું
સંભવ એવો અર્થ બતાવવો હોય ત્યારે મુખ્ય
ક્રિયાપદ ના
મૂળ રૂપ ની સાથે Must
વપરાય છે
Example 01
– You broke the windowpane, so you must pay fine.
02
– You were at school yesterday, so you must have read this lesson.
(Not ના ટુંકા
રૂપ)
do not ડુ નોટ Don’t ડોન્ટ
does not ડ્ઝ નોટ Doesn’t ડ્ઝન્ટ
did not ડીડ નોટ Didn’t ડીડન્ટ
is not ઇઝ નોટ Isn’t ઇઝન્ટ
are not આર નોટ Aren’t આરન્ટ
was not વોઝ નોટ Wasn’t વોઝન્ટ
were not વેર નોટ Weren’t વેરન્ટ
has not હેઝ નોટ Hasn’t હેઝન્ટ
have not હેવ નોટ Haven’t હેવન્ટ
had not હેડ નોટ Hadn’t હેડન્ટ
will not વિલ નોટ Won’t વોન્ટ
shall not શેલ નોટ Shan’t શાન્ટ
can not કેન નોટ Can’t કાન્ટ
must not મસ્ટ નોટ Mustn’t મસ્ટન્ટ
could not કુડ નોટ Couldn’t કુડન્ટ
would not વુડ નોટ Wouldn’t વુડન્ટ
should not શુંડ નોટ Shouldn’t શુંડન્ટ
need not નીડ નોટ Needn’t નીડન્ટ
CHAPTER
– 36 EXERCISE – 36
The
Auxiliary and Defective Verbs. – ધ એક્સ્યુંલરી એન્ડ
ડિફેકટીવવર્બ – સહાયકારક અને અપૂર્ણ ક્રિયાપદ
Exercise –
36 X 1
(નીચેના વાક્યમાં ખાલી રાખેલી જગ્યામાં જરૂર પ્રમાણે યોગ્ય સહાયકારક
ક્રિયાપદ મુકો)
01 My sister…..writing a
letter.
02
The tiger…..killed bythe hunter.
03
Please…..come to my place.
04
You…..notuse bad words.
05
The rich…..help others.
06
The teacher warned that mischievous
boy but he…..not listen to him.
07
…..they be successful.
08
I told him not to go but he…..go.
09
…..take exercise regularly.
10
To tell alie…..a great sin.
Exercise –
36 X 2
(નીચેના વાક્યમાં ખાલી
જગ્યાએ જોઈએનો યોગ્ય અંગ્રજી શબ્દ મુકો)
01 You…..apper
at the examination.
02 We…..be
kind to poor people.
03 You
broke the window pane, so pay the fine.
04 They…..pure
food and water.
05 You…..reach
home in the evening.
Exercise –
36 X 3
(Translate in to English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
01 વિદ્યાર્થી ઓએ રોજ કસરત કરવી જોઈએ.
02 નાના બાળકોને નિયમિત ખોરાક અને દુધ જોઈએ છે.
03 બધા લોકોએ સારીરીતે લખતા અને વાંચતા શીખવું જોઈએ.
04 જયારે તમે પરીક્ષા આપશો ત્યારે તમારે શાહી જોઈશે.
05 તેણે પોતાના મિત્રને મદદ કરવી જોઈએ.
06 આપણે આપણા શિક્ષકને માન આપવું જોઈએ.
07 તેને તમારી પાઠમાળા જોઈએ છે.
08 ગઈકાલે આ સમયે વરસાદ પડતો હતો.
09 બેલ વાગશે તે પહેલા અમે પેપર પૂરું કરી લીધું હશે.
10 તમારી ચોપડી મને આપશો.?
11 તમારી સંપૂર્ણ શક્તિ વડે આઝાદીની રક્ષા કરો.
12 તમારે આનંદ પૂર્વક તમારી ફરજ બજાવવી જોઈએ.
13 તેણે જે દેવું કર્યું તે દેવું તે ભરશે નહિ.
14 જો તમે મને ચાહતા હોય તો તમે મારી ઈચ્છાઓને તાબે રહ્યા હોત.
15 ઘરની અંદર દાખલ થતા પહેલા પગ ધોવામાં તમને કાંઈ વાંધો છે.?
Exercise –
36 X 4
01 To be, To have, To
do નો
મુખ્ય તથા સહાયકારક ક્રિયાપદ તરીકેના બધા ઉપયોગ સમજાવો.
02 Shall
અને Will નો સામાન્ય તથા ખાસ ઉપયોગ સમજાવો.
03 Should,
would, ought, must, તથા want, need,
અને require
વગેરે ના નિયમ શું છે તે સમજાવો.
04 Would
ક્યારે અને ક્યાં અર્થમાં વપરાય છે ? દાખલા આપી
સમજાવો.
05 May
નો ઉપયોગ વિગત વાર દાખલા આપી સમજાવો.
CHAPTER
– 37 GRAMMAR &
COMPOSITION
The Active
& Passive Voice. – ધ એક્ટીવ એન્ડ પેસીવ વોઇસ – મૂળભેદ અને
સહ્યભેદ
જેવી રીતે
ગુજરાતીમાં બે ભેદ છે તેવી રીતે અંગ્રેજીમાં પણ બે ભેદ છે જે નીચે મુજબ છે
01 – The Active Voice એક્ટીવ
વોઇસ મૂળ
ભેદ
02 – The Passive Voice પેસીવ વોઇસ સહ્ય ભેદ
01 – The Active Voice એક્ટીવ
વોઇસ મૂળ
ભેદ
જયારે
કર્તા પોતે ક્રિયાનો કરનાર હોય ત્યારે ક્રિયાપદ મૂળ રૂપમાં હોય છે આ ભેદ ને મૂળ
ભેદ કહેવામાં આવે છે
Example 01 – I read a book.
હું
ચોપડી વાંચું છું
02
– I put a book હું ચોપડી મુકું છું
03
– Yogesh reads his lesson. યોગેશ તેનો પાઠ વાંચે છે
04
– Sita sings a song. સીતા ગીત ગાઈ છે
05
– I drink water. હું પાણી
પીઉં છું
06
– Some boys fly kite. અમુક છોકરાઓ પતંગ ઉડાળે છે
02 – The Passive Voice પેસીવ વોઇસ સહ્ય ભેદ
જયારે
કર્તા ક્રિયા સહન કરનાર છે એવો ભાવાર્થ
હોય ત્યારે તે રૂપને સહ્ય ભેદ કહેવામાં આવે છે ગુજરાતીમાં અકર્મક
અને સકર્મક એમ બંને ક્રિયાપદ નું સહ્યભેદ થાય છે જયારે
અંગ્રેજીમાં માત્ર સકર્મક ક્રિયાપદ નું સહ્યભેદ થાય છે To be ના રૂપ
ની સાથે ભૂતકૃદંત મુકવાથી સહ્યભેદ ના રૂપ તૈયાર થાય છે
Example 01 – A book is read by me.
મારાથી
ચોપડી વંચાય છે
02
– A mango is eaten by me. મારા થી કેરી ખવાય છે
03
– Water is drunk by the horse. ઘોડા થી પાણી પીવાય છે
04
– Apen is put by me on the table. મારાથી પેન ટેબલ ઉપર મુકાય છે
05
– Cricket is played by babu. બાબુ થી ક્રિકેટ રમાય છે
(નીચેના વાક્યોમાં મૂળભેદ માંથી સહ્યભેદ થયેલા વાક્યોમાં ફેરફાર જુઓ)
Active Voice
Passive Voice
01
– I love my parents 01
– My parents are loved by me
હું મારા માબાપ ને ચાહું છું મારા
માબાપ ને મારા વડે ચાહવામાં આવે છે
02
– Raman wrote a book. 02
– A book was written by Raman.
રમણે ચોપડી લખી. રમણ
વડે ચોપડી લખવામાં આવી
03
– He will play cricket 03
– Cricket will be played by him.
તે ક્રિકેટ રમેશે તેના
વડે ક્રિકેટ રમાશે
(મૂળભેદ માંથી સહ્યભેદ માં વાક્યો ફેરવવા ના નિયમો નીચે મુજબ છે)
નિયમ – ૧ મૂળ વાક્ય માં જે કર્મ હોય તેને કર્તા તરીકે
મુકવું
નિયમ – ૨ ક્રિયાપદ ના ભૂતકૃદંત ના રૂપની પૂર્વે To
be ક્રિયાપદ
નું મૂળ ક્રિયાપદ જે કાળમાં હોય તે જ કાળ નું રૂપ વાપરવું
નિયમ – ૩ મૂળ કર્તાને ક્રિયાપદ ની પછી મુકવો અને તેની
પૂર્વે by અથવા બીજું કોઈ નામયોગી અવ્યય વાપરવું
નિયમ – ૪ ક્રિયાપદ આજ્ઞાર્થ માં હોય તો તેના ભૂતકૃદંત ની
પૂર્વે To be મુકવું અને વાક્ય Let થી શરૂ કરવું મૂળ ક્રિયાપદ
ના કર્મ ને આ Let નું કર્મ બનાવવું અને બાજુમાં
મુકવું અને અધ્યાહાર રહેતા કર્તાને દર્શાવવા ની જરૂર લાગે
તો તેની પૂર્વે by
મુકવું
નિયમ – ૫ મૂળ વાક્ય પ્રશ્નાર્થ માં હોય તો તેને તે જ અર્થ
માં કાયમ રાખી બાકીના ફેરફાર કરવા
Active
Voice Passive Voice
01
– A stony heart never wins a fair lady. 01
– A fair lady is never won by a stony heart
પાષાણી હદય સુંદર સ્ત્રી ને કદી જીતે નહી પાષાણી હદય થી સુંદર સ્ત્રી કદી જીતાય નહી
02
– Tell him that I am to go today. 02
– Let him be told that I am to go today.
તેને કહો કે આજે હું જવાનો છું તેને
કહેવા દ્યો કે આજે હું જવાનો છું
03 – I saw
him doing the work. 03
– I saw the work being done by him Or
મેં તેને કામ કરતો જોયો He
was seen by me doing the work.
મારા
થી તે કામ કરતો જોવાયો
04
– I never rely upon such a rogue. 04
– Such a rogue is never relied upon by me.
હું આવા શઠ ઉપર કદી આધાર રાખતો નથી. મારા
થી આવા શઠ ઉપર કદી આધાર રખાતો નથી
05
– The news of his failure surprised me. 05
– I was surprised at the news of his failure.
તેની નિષ્ફળતા ના સમાચારે મને આશ્ચર્ય પમાડ્યું તેની નિષ્ફળતાના સમાચાર થી મને આશ્ચર્ય
થયું
06 – They
say that he is a saint 06
– It is said that he is a saint
તેઓ કહેછે કે તે સાધુ છે એમ
કહેવાય છે કે તે સાધુ છે
07 – Who
teaches you English 07
– By whom are you taught English Or
By
whom is English taught you
તમને અંગ્રેજી કોણ શીખવાડે છે કોના
વડે તમને અંગ્રેજી શીખડાવવા માં આવે છે
ગુજરાતીમાં સહ્યભેદ ઝાઝો વપરાતો નથી
પણ અંગ્રેજીમાં તે બહુ વપરાય છે વળી કેટલાક ગુજરાતી વાક્યોમાં સહ્યર્થ
દેખાતો
નથી પરંતુ અંગ્રેજીમાં તેનું ભાષાંતર કરતી વખતે સહ્યભેદ વાપરીને કરવું
(મૂળભેદ માંથી સહ્યભેદ બનાવતી વખતે જુદા જુદા કાળમાં નીચે મુજબના ક્રિયાપદ
નો ઉપયોગ કરવો)
01 - The Present Tense – વર્તમાન કાળ
The Simple
Present Tense – સાદો વર્તમાન કાળ
Singular Plural
First I am praised We are praised
હું વખણાવ છું અમે
વખણાઇએ છીએ
Second Thou
art praised You
are praised
તું વખણાય છે તમે
વખણાઓ છો
Third (He, She, It) is praised They are
praised
તે વખણાય છે તેઓ
વખણાય છે
The
continuous Present Tense – ચાલુ વર્તમાન કાળ
Singular Plural
First I am being praised We are
bring praised
હું હાલમાં વખણાવ છું અમે
હાલમાં વખણાઇએ છીએ
Second Thou
art being praised You
are being praised
તું હાલમાં વખણાય છે તમે
હાલમાં વખણાઓ છો
Third (He, She, It) is being praised They are being praised
તે હાલમાં વખણાય છે તેઓ
હાલમાં વખણાય છે
The
Present perfect Tense – પૂર્ણ વર્તમાન કાળ
Singular Plural
First I have been praised We have
been praised
હું વખણાઈ ચુક્યો છું અમે
વખણાઇ ચુક્યા છીએ
Second Thou
hast been praised You
have been praised
તું વખણાઈ ચુક્યો છે તમે
વખણાઈ ચુક્યા છો
Third (He, She, It) has been praised They have been praised
તે વખણાઈ ચુક્યો છે તેઓ
વખણાઈ ચુક્યા છે
02 - The Past Tense – ભૂતકાળ
The Simple
Past Tense – સાદો ભૂતકાળ
Singular Plural
First I was praised We were praised
હું વખણાયો અમે
વખણાયા
Second Thou
wast praised You
were praised
તું વખણાયો તમે
વખણાયા
Third (He, She, It) was praised They were praised
તે વખણાયો તેઓ
વખણાયા
The
continuous Past Tense – ચાલુ ભૂતકાળ
Singular Plural
First I was being praised We were being
praised
હું વખણાતો હતો અમે
વખણાતા હતા
Second Thou
wast being praised You
were being praised
તું વખણાતો હતો તમે વખણાતા
હતા
Third (He, She, It) was being praised They were being praised
તે વખણાતો હતો તેઓ
વખણાતા હતા
The Past
perfect Tense – પૂર્ણ ભૂતકાળ
Singular Plural
First I had been praised We had
been praised
હું વખણાઈ ચુક્યો છું અમે
વખણાઇ ચુક્યા છીએ
Second Thou
hast been praised You
had been praised
તું વખણાઈ ચુક્યો છે તમે
વખણાઈ ચુક્યા છો
Third (He, She, It) had been praised They had been praised
તે વખણાઈ ચુક્યો છે તેઓ
વખણાઈ ચુક્યા છે
03 - The Future Tense – ભવિષ્યકાળ
The Simple
future Tense – સાદો ભવિષ્યકાળ
Singular Plural
First I shall be praised We shall
be praised
હું વખણાઈશ અમે
વખણાઇશું
Second Thou
wilt be praised You
will be praised
તું વખણાઈશ તમે
વખણાશો
Third (He, She, It) will be praised They will be praised
તે વખણાશે તેઓ
વખણાશે
The
continuous future Tense – ચાલુ ભવિષ્યકાળ
(ચાલુ ભવિષ્યકાળ ના સહ્યભેદ
માં રૂપ થતા નથી)
The future
perfect Tense – પૂર્ણ ભવિષ્યકાળ
Singular Plural
First I had been praised We had
been praised
હું વખણાઈ રહીશ અમે
વખણાઇ રહીશું
Second Thou
hast been praised You
had been praised
તું વખણાઈ રહીશ તમે
વખણાઈ રહેશો
Third (He, She, It) had been praised They had been praised
તે વખણાઈ રહેશે તેઓ
વખણાઈ રહેશે
(ઉપરના વાક્યોમાં કાળ નો ઉપયોગ બરાબર સમજવામાટે નીચેના વાક્યો નો ધ્યાન
પૂર્વક અભ્યાસ કરો)
Active
Voice Passive
Voice
01
– I see a cloud. 01
– A cloud is seen by me.
02
– The teacher praised him. 02
– He was praised by the teacher.
03
– I shall read a book. 03
– A book will be read by me.
04
– I am drinking water. 04
– water is being drunk by me.
05
– He was flying kite. 05
– The kite was being flied by me.
06
– I have finished the work. 06
– The work has been finished by me.
07
– He had written a letter. 07
– A letter had been written by him.
08
– My sister will have milked the cow. 08
– The cow will have been milked by my sister.
The Potential Passive
Voice – ધ પોટેન્શ્યલ પેસીવ વોઇસ – શક્ય ભેદ
ગુજરાતીમાં શક્ ધાતુ ક્રિયાપદ વાળા વાક્ય માં શક્યાર્થ
હોય છે આ જાત ની વાક્ય રચના તે શક્ય ભેદ કહેવાય છે
તેનું અંગ્રેજી Can
અથવા To be
અને able થી કરવું Can ની સાથે મુખ્ય ક્રિયાપદ To
વગર વાપરી શકાય છે પરંતુ To
be
અને able
ની સાથે To
વાપરવું જ જોઈએ વર્તમાનકાળ માં Can,
To be, able વાપરવું ભૂતકાળમાં Could, To be, able
વાપરવું Can
નું ભવિષ્ય કાળ નું રૂપ થતું નથી માટે ભવિષ્ય કાળ
માં માત્ર To be, able
વાપરવું
Example
01 – I cannot
write. (Or) I am not able to write.
મારાથી લખાતું નથી
02 – We can see with
eyes (Or) We are able to see with eyes.
આપણા થી
આંખ વડે જોઈ શકાય છે
03 – That boy will be
able to read a book.
તે
છોકરા થી ચોપડી વંચાશે
04 – I could not go to
see station yesterday (Or)
I was not
able to go to the statioyesterday
મારા થી
ગઈકાલે સ્ટેશને જવાયું નહિ
The Present
Tense – વર્તમાન કાળ
Example 01 –
Ramesh can read a book (Or) Ramesh is able to read book
રમેશ ચોપડી વાંચે છે
02 – You can speak
Marathi (Or) You are able to speak Marathi
તમે
મરાઠી બોલી શકો છો
03 – This child can eat
a loaf (Or) This childis able to eat a loaf
આ બાળક
રોટલો ખાય શકે છે
The Past
Tense – ભૂતકાળ
Example 01
– Ramesh could read a book (Or) Ramesh was able to read a book
રમેશ ચોપડી વાંચી શક્યો
02
– You could read marathi (Or) You were able to read Marathi
તમે મરાઠી વાંચી શક્યા
03
– This child could eat a loaf (Or) This child was able to eat a loaf
આ બાળક રોટલો ખાય શક્યો
The Future
Tense – ભવિષ્યકાળ
Example 01
– Ramesh will be able to read a book
રમેશ ચોપડી વાંચી શકશે
02
– You will be able to speak Marathi
તમે
મરાઠી બોલી શકશો
03
– This child will be able to eat a loaf
આ બાળક
રોટલો ખાય શકશે
CHAPTER – 37 EXERCISE
– 37
The Active
& Passive Voice. – ધ એક્ટીવ એન્ડ પેસીવ વોઇસ – મૂળભેદ અને
સહ્યભેદ
Exercise –
37 X 1
(Change into Passive voice.)
01 The
boy killed the bird.
02 The
masons building the wall.
03 The
bird built a nest in the tree.
04 Jyoti
eats mangoes.
05 Pradip
plays cricket in the morning.
06 This
girl has made that bag.
07 Nalin
had broken my slate.
08 He
will have found my pen.
09 You
were watching the sheep.
10 Some
boys are flying kites.
11 My
cousin has drawn the picture.
12 My
brother lost five rupees.
13 Ram
married Sita.
14 Ram
killed ravan in the battle.
15 Bharti
drinks milk.
Exercise –
37 X 2
(Change into Active voice.)
01 The
king was welcomed by the people.
02 We
shall be blamed by every one.
03 He
was taken to the hospital by his friends.
04 Many
have been ruined by gambling.
05 The
cow will have been milked by my mother.
06 The
lion was killed by the hunter.
07 A
copy book is being written by me.
08 The
proposal was agreed by the committee.
09 Her
lesson will be written by usha.
10 The
song was not sung by lila.
11 By
whom the glass was broken?
12 The
mangoes are eaten by Ram.
13 For
whom the chair is made by you?
14 You
will be punished by your father.
15 By
whom this lesson was written?
Exercise –
37 X 3
(Translate in to English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
(જ્યાં બની શકે ત્યાં સહ્યભેદ Passive
Voice વાપરવો)
01 રાજકોટમાં સવારે અને સાંજે કાગળો (પત્રો) વહેચાય છે
02 જુનાગઢ ની કેરી રાજકોટ મોકલવામાં આવેછે
03 કોલંબસે અમેરિકા શોધી કાઢયો
04 વિદ્યાર્થી ઓ પોતાના શિક્ષક ને માન આપશે
05 અપ્રમાણિક નોકરે મને છેતર્યો
06 દશ છોકરાઓને ઉપલા ધોરણમાં ચડાવવા માં આવ્યા
07 હું ચોર ને પકડીશ
08 તે ગરીબ માં બાપ ને ત્યાં જન્મ્યો હતો
09 તેના લગ્ન આવતા રવિવારે થશે
10 ઘણા લોકોએ તાજમહાલ ના વખાણ કર્યા છે
11 અમારા શિક્ષક અમને ઇનામ આપશે
12 આવા રમકડા ઘણા બાળકો ખરીદશે
13 ખડકવાળા કિનારા ઉપર દીવાદાંડી બાંધવામાં આવેછે
14 આ બારીનો કાચ કોણે ભાંગ્યો
15 જયારે મારું ઘર બંધાતું હતું ત્યારે ઇમારતી લાકડું મોંઘુ હતું
16 પાઠમાળા ભાગ બીજાની પહેલી આવૃત્તિ છપાય છે
17 ભારતની મુલાકાતે ઘણા મુસાફરો આવેછે
18 ભરૂચનું રૂ વખણાય છે
19 આ શહેર આગથી નાશ પામ્યું
20 ઘણા વહાણ દરિયામાં ખડક ઉપર ભાંગી જાય છે
Exercise –
37 X 4
01 ગુજરાતીમાં અને અંગ્રેજીમાં ભેદ નો તફાવત શું છે તે સ્પષ્ટ કરો
02 Active
માંથી Passive વાક્ય કરતી વેળાએ થતા ફેરફાર સ્પષ્ટ કરો
Exercise –
37 X 5
(ખાલી જગ્યાએ Can, To be, અને able ના યોગ્ય રૂપ મુકો)
01
Dilip…..write this lesson.
02 Bipin…..walk two miles yesterday.
03
The fox…..to jump.
04
I…..help you today.
05
Nila…..sing a song.
06
The lame man…..not walk.
07
The blind man…..to see.
08
You…..come for a walk.
09
That…..boy to climb the tree.
10 My sister…..read and write.
11 Pravin….. make a toy.
12
Jyoti…..speak Sanskrit correctly.
13
…..you make an umbrella?
14
Are you…..to read and write ?
Exercise –
37 X 6
(Translate in to English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
01 તમે ધુમાડાનું વજન કરી શકશો ?
02 ના, ધુમાડાનું વજન કરી શકાય નહી.
03 કીમિયાગરો સોનાની રાખ કરી શકે છે
04 સુર્ય બપોરે એવો પ્રકાશે છે કે તેની સામે આપણે જોય શકીએ નહી
05 ગઈ કાલે હું વડોદરા જઈ શક્યો નહી
06 પ્રતાપ આવતીકાલે સુરત જઈ શકશે નહી
07 આ છોકરીઓ જલદી દોડી શકે છે
08 મનોરમા આ ચિત્રો દોરી શકશે
09 બહેરો માણસ સાંભળી શકતો નથી
10 તે બહુ ધીમેથી બોલ્યો તેથી હું સાંભળી શક્યો નહી
11 આ કેરી બાળકથી ખવાશે નહી
12 ગયા વરસે અમે બદ્રીનાથ જઈ શક્યા પરંતુ કેદારનાથ જવાયું નહી
13 સુમંત તમે મને તમારી પેન આપશો ?
14 તે પેન મારી પાસે નથી તેથી હું આપી શકતો નથી
15 પાટિયા ઉપર તમે જે લખો છો તે હું વાંચી શકું છું
Exercise –
37 X 7
01 અંગ્રેજીમાં શક્ય ભેદ ક્યાં વાપરી શકાય ?
02 શક્ય ભેદ વાળા બે વાક્યો અંગ્રેજીમાં જુદા જુદા કાળ માં લખો
03 ગુજરાતીમાં શક્ય ભેદ કેવી રીતે શોધશો તે દાખલા આપી સમજાવો
04 Able
શબ્દનો ઉપયોગ સમજાવો
No comments:
Post a Comment