Thursday 6 December 2018

English Grammer Part5


                        English Grammer Part5


Chapter – 19          Continuous Past Tenseકન્ટીન્યુઅસ પાસ્ટ ટેન્સચાલુ ભૂતકાળ કાળ
Chapter – 20          Continuous Future Tenseકન્ટીન્યુઅસ ફ્યુચર ટેન્સચાલુ ભવિષ્ય કાળ
Chapter – 21          Present Perfect Tenseપ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સપૂર્ણ વર્તમાન કાળ


CHAPTER – 19 GRAMMAR & COMPOSITION

Continuous Past Tense કન્ટીન્યુઅસ પાસ્ટ ટેન્સ - ચાલુ ભૂત કાળ
       (4)Continuous Past Tenseકન્ટીન્યુઅસ પાસ્ટ ટેન્સ - ચાલુ ભૂત કાળ
                ભૂતકાળ માં અમુક ક્રિયા અમુક સમયે ચાલુ હતી અથવા અમુક ક્રિયા થતી હતી તે દર્શાવવા ચાલુ ભૂતકાળ નો ઉપયોગ
થાય છે To Be ક્રિયાપદ ના સાદા ભૂતકાળ ના રૂપ પછી આપેલ ક્રિયાપદ નું વર્તમાન કૃદંત નું રૂપ મુકવાથી ચાલુ ભૂતકાળ નું
રૂપ તૈયાર થા
Example   01 – When I came, you were playing.                            હું આવ્યો ત્યારે તમે રમતા હતા
              02 – When the teacher came, we were reading.            જયારે શિક્ષક આવ્યા ત્યારે અમે વાંચતા હતા
              03 – I saw that she was milking the cow.                       મેં જોયું કે તેણી ગાય દોહતી હતી
              04 – It was raining yesterday.                                         ગઈ કાલે વરસાદ વરસતો હતો
              05 – It rained when the boys were playing crecket.     જયારે છોકરાવ ક્રિકેટ રમતા હતા ત્યારે વરસાદ
                                                                                      પડ્યો
          ઉપલા વાક્યો તપાસતા જણાય છે કે બે ક્રિયાઓ એકજ સમયે ચાલુ છે એ ક્રિયાઓ ભૂતકાળ માં એકજ સમયે ચાલુ હતી માટે તે ચાલુ ભૂતકાળ કહેવાય છે પ્રથમ ક્રિયા માટે સાદો ભૂતકાળ અને પછીની ચાલુ ક્રિયા માટે ચાલુ ભૂતકાળ વાપરવામાં આવે છે ચાલુ ભૂતકાળ ના વાક્ય બનાવવા માટે To be ક્રિયાપદ સદા ભૂતકાળ ના રૂપ પછી આપેલ ક્રિયાપદ નું વર્તમાન
કૃદંત નું રૂપ મુકવાથી ચાલુ ભૂતકાળ ના રૂપ તૈયાર થાય છે
                        Singular                                                          Plural
Example       I was working            હું કામ કરતો હતો             We were working      અમે કામ કરતા હતા
                        Thou wats working   તું કામ કરતો હતો             You were working    તમે કામ કરતા હતા
                        He was working         તે કામ કરતો હતો            They were working   તેઓ કામ કરતા હતા  
                        She was working       તેણી કામ કરતી હતી
                        It was working           તે કામ કરતો હતો
                  
          સુચના જયારે, ત્યારે When, then ના ઉપયોગ માં અંગ્રેજી અને ગુજરાતીમાં થોડો ફેર છે ગુજરાતીમાં ત્યારે વપરાય છે અને જયારે અધ્યાહાર રહેછે દા.ત. (જયારે) હું આવ્યો ત્યારે તમે વાંચતા હતા અંગ્રજીમાં તેથી ઉલટું બને છે When લખાય છે અને Then અધ્યાહાર રહે છે દા.ત. When I came (Then) you were reading. અંગ્રેજીમાં ભાષાંતર કરતી વખતે આ ફેરફાર યાદ રાખવા
                                         


CHAPTER – 19 EXERCISE – 19
Continuous Past Tense કન્ટીન્યુઅસ પાસ્ટ ટેન્સ - ચાલુ ભૂત કાળ
Exercise – 19 X 1
(નીચેના વાક્યો ની ખાલી જગ્યા ચાલુ ભૂતકાળ ના રૂપો મુકી પુરો)
      01     I…..a new book
      02     Mohan…..when I came.
      03     She…..the cow when Sharda came.
      04     You…..to school when I meet you.
      05     The Sun…..in the morning yesterday at this time.
      06     They…..behind us.
      07     Mahendra…..flying his kite.
      08     When we were on the road it…..nine o’clock.
      09     Sanat…..from the window.
      10     What…..you…..yesterday at this time?

Exercise – 19 X 2
(નીચેના A અને B ગ્રુપના વાક્યોને યોગ્ય રીતે જોડી વાક્યો પુરા કરો)
        01     We us umbrella                  01     during the recess.
      02     Flowers drop down            02     on Sunday.
      03     I was going out                   03     When the wind blows.
      04     All have a holiday               04     when the postman came.
      05     We met your sister             05     when it rains.
      06     Children run home            06     when spring comes.
      07     My house has                      07     from school in the evening.
      08     Mina rings the bell             08     at 10 o’clock.
      09     Those girls come home       09     four new window.
      10     I shut the gate                     10     for recess.

Exercise – 19 X 3
(Translate into English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
     01       મોતી લખતો હતો અને ચંદ્રિકા રમતી હતી
     02      જયારે યોગેશ આવ્યો ત્યારે રમેશ વાંચતો હતો
     03      હું નિશાળે જતો હતો ત્યારે તમે આવ્યા
     04      હું પુલ ઉપર હતો ત્યારે સાત વાગતા હતા
     05      તેની બહેન ગાય દોહતી હતી
     06      મારો ભાઈ કપડા ધોતો હતો
     07      સવારે તે છોકરી પાણી ભરવાના ઘણા કામમાં હતી
     08      દશ વાગ્યે મેં દરવાજો બંધ કર્યો
     09      વરસાદ વરસતો હતો ત્યારે અમે રમતા હતા
     10      ગઈકાલે આ વખતે અમે ટ્રેઈનમાં મુસાફરી કરતા હતા
     11      મારી પછવાડે તેઓ આવતા હતા
     12      હું ગાતો હતો અને તમારા ભાઈ સંભાળતા હતા
     13      ટપાલી આવ્યો ત્યારે હું નિશાળે જતો હતો
     14      તમે મને બોલાવ્યો ત્યારે હું વાડીએ કામ કરતો હતો
     15      છ વાગ્યે હું કાગળ લખતો હતો
     16      મારી બહેનો બિલાડી સાથે રમતી હતી
     17      અત્યારે અઢી વાગ્યા છે
     18      મારો ભાઈ ગઈકાલે વડોદરા હતો
     19      ગઈકાલે તમે વાંચવાના કામમાં હતા
     20      જયારે અમે બજારમાં હતા ત્યારે વરસાદ વરસતો હતો   

Exercise – 19 X 4
     01      ચાલુ ભૂતકાળ ગુજરાતી માં કેવી રીતે શોધશો?
     02      ચાલુ ભૂતકાળ ની રીત સમજાવો?
     03      ચાલુ ભૂતકાળ નું વાક્ય બનાવી તેનું અંગ્રેજી કરો?




CHAPTER – 20 GRAMMAR & COMPOSITION
Continuous Future Tense કન્ટીન્યુઅસ ફ્યુચર ટેન્સચાલુ ભવિષ્ય કાળ
          ભવિષ્ય કાળમાં અમુક વખતે ક્રિયાપદમાં સુચવેલ ક્રિયા ચાલુ કે અપૂર્ણ હશે એવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળ વપરાય છે ચાલુ ભવિષ્ય કાળ ને અંગ્રજીમાં ધ કન્ટીન્યુઅસ ફ્યુચર ટેન્સ કહેવામાં આવેછે
       
Example      01 – I shall be standing near your house tomorrow.
                        હું આવતીકાલે તમારા ઘર પાસે ઉભો હોઈશ.
                   02 – She will be milking her cow.
                                તેની પોતાની ગાય દોહતી હશે.
                   03 – You will be reading tomorrow.
                                આવતીકાલે તમે વાંચતા હશો.
                   04 – Cow will be grazing in the field.
                                ગયો ખેતર માં ચરતી હશે.
                   05 – He will be playing till 5 o’clock.
                                તે પાંચ વાગ્યા સુધી રમતો હશે.
                  
          ક્રિયાપદ માં સુચવેલી ક્રિયા ભવિષ્યકાળ માં કોઈ ચોક્ક્સ વખતે ચાલુ હશે અંગ્રેજી માં કૃદંત સાથે ભવિષ્ય કાળ વાપરવામાં આવે તો ચાલુ ભવિષ્યકાળ થાયછે
         
Example      01 – We shall be standing near your house.    અમે તમારા ઘર પાસે ઉભા હોઈશું.

              ચાલુ ભવિષ્યકાળ બનાવવાની રીત To be ક્રિયાપદ ના સાદા ભવિષ્ય કાળ ના રૂપ પછી આપેલ ક્રિયાપદ નુંવર્તમાન કૃદંત નું રૂપ મુકવાથી ચાલુ ભવિષ્યકાળ નું રૂપ તૈયાર થાય છે

Example         1 – We shall be playing cricket tomorrow.

                        Singular                                                          Plural
                        I shall be playing          હું રમતો હોઈશ          We shall be playing      અમે રમતા હોઈશું
                        Thou will be playing     તું રમતો હોઈશ          You will be playing      તમે રમતા હશો
                        He will be playing        તે રમતો હશે         They will be playing     તેઓ રમતા હશે
                        She will be playing       તેણી રમતી હશે
                        It will be playing         તે રમતો હશે
                                  
CHAPTER – 20 EXERCISE – 20
Continuous Future Tense કન્ટીન્યુઅસ ફ્યુચર ટેન્સચાલુ ભવિષ્ય કાળ
Exercise – 20 X 1
(નીચેના વાક્યોમાં ખાલી જગ્યાએ ચાલુ ભવિષ્યકાળ વાપરી વાક્યો પુરા કરો)
           
      01     The cow…..under a tree.
      02     The dog…..after the cat.
      03     I…..at that time.
      04     They…..in the garden tomorrow.
      05     Bipin…..in the school.
      06     My servant…..in the garden.
      07     I…..to bed at 10 o’clock.
      08     She…..her lesson.
      09     My sister…..stocking.
      10     It…..tomorrow.
 Exercise – 20 X 2
(નીચેના વાક્યો ચાલુ ભવિષ્યકાળ માં ફેરવો)
     01     My friend goes to Bombay.
    02     The sun will shine brightly.
      03     Nita sings well.
      04     Pramila works hard.
      05     He will go to surat tomorrow.
      06     I am going to office now.
      07     The train will leave Bombay at 8 o’clock.
      08     he tiger will kill the dog.
      09     The sun will rise at six o’clock.     
      10     Homi is opening the door.
Exercise – 20 X 3
(translate into English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
     01      સાંજે બાળકો ક્રિકેટ રમતા હશે.
     02      ખેડૂત હળ વડે પોતાનું ખેતર ખેડતો હશે.
     03      બિલાડી રાત્રે ઉંદર પકડશે.
     04      મારા પિતાજી મારા માટે ધડીયાળ ખરીદતા હશે.
     05      અશોક અને આશા બગીચામાં રમતા હશે.
     06      રાત્રે તારા આકાશમાં પ્રકાશતા હશે.
     07      તેઓ સાંજે નિશાળે આવશે.
     08      અમે ત્યાં રમતા હોઈશું.
     09      લશ્કર કુચ કરતુ હશે.
     10      આ વખતે તમે ઘણા કામમાં હશો.
     11      મારી નાની બહેન તે પ્રસંગે ગાય દોહતી હશે.
     12      અમારા શિક્ષક નવ વાગે ઘેર જતા હશે.
     13      અમે બે કલાક વાંચીશું અને પછી સુઈ જશું.
     14      છોકરાવો તમને છેતરશે.
     15      અમે આવતી કાલે પરીક્ષા આપતા હોઈશું.


Exercise – 20 X 4
     01       ગુજરાતીમાં તથા અંગ્રેજીમાં ચાલુ ભવિષ્ય કાળ કેવી રીતે બને છે તે દાખલો આપી સમજાવો.
     02       અંગ્રેજીમાં ચાલુ ભવિષ્ય કાળને પ્રત્યય છે? ક્યાં ક્યાં?
     03       સાદો ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ નો ફેરફાર દાખલો આપી સમજાવો.  

CHAPTER – 21 GRAMMAR & COMPOSITION
Present Perfect Tenseપ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સપૂર્ણ વર્તમાન કાળ
                  
          જે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હોય અને તેની અસર વર્તમાન કાળમાં ચાલુ હોય અથવા ક્રિયા થોડા સમય પહેલા
થયેલ હોય તે જણાવવા માટે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે તે નિશાળે ગયોછે આ વાક્યમાં ગયો ભૂતકાળ છે અને છે વર્તમાન
કાળ માટે તેનો કાળ પૂર્ણ વર્તમાનકાળ છે અંગ્રેજીમાં Present perfect tense કહેવામાં આવેછે  

Example      01 – I have written a letter.                          મેં કાગળ લખ્યો છે
                02 – My brother has read this book.           મારા ભાઈએ આ ચોપડી વાંચી છે
                   03 – The farmer has dug the field.                   ખેડૂતે ખેતર ખેડયું છે
                   04 – God has made the earth.                      ઈશ્વરે પૃથ્વી બનાવી છે
                   05 – He has walked two miles.                             તે બે માઈલ ચાલ્યો છે

          ઉપરના વાક્યો તપાસતા જણાય છે કે ક્રિયા ભૂતકાળ માં થયેલ છે અને તે ક્રિયાની અસર હજુ ચાલુ છે માટે આ વાક્યો
નો કાળ પૂર્ણ વર્તમાનકાળ કહેવાય પૂર્ણ વર્તમાનકાળ બનાવવાની રીત આપેલ ક્રિયાપદના ભૂતકૃદંત ની પહેલા To have
ક્રિયાપદ નું વર્તમાનકાળ નું રૂપ મુકવાથી પૂર્ણ વર્તમાન કાળના રૂપ તૈયાર થાયછે દા.ત. To break ભાંગવું Break નું ભૂતકૃદંત Broken થાય છે

                   Singular                                                          Plural
Example         I have broken         મેં ભાંગ્યું છે                     We have broken      અમે ભાંગ્યું છે
                   Thou hast broken    તે ભાંગ્યું છે              You have broken     તમે ભાંગ્યું છે
                   He has broken        તેને ભાંગ્યું છે                       They have broken     તેઓએ ભાંગ્યું છે
                   She has broken       તેણીએ ભાંગ્યું છે              
                                It has broken         તેને ભાંગ્યું છે    
   
                               CHAPTER – 21 EXERCISE – 21
Present Perfect Tenseપ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સપૂર્ણ વર્તમાન કાળ
Exercise – 21 X 1
(નીચેના વાક્યોમાં ખાલી જગ્યા માં કૌંસમાં આપેલા ક્રિયાપદનું પૂર્ણ વર્તમાનકાળ નું બનાવી મુકો)
      01     This boy (to give)…..aprize.
      02     Mahendra (to read)…..this book.
      03     He (to feed)…..his dog.
      04     My brother (to go)…..to madras.
      05     We (to leam)…..our lessons.
      06     They (to hear)…..a strange story.
      07     Ramesh (to build)…..this house last year.
      08     The monkey (to tear)…..this book.
      09     I (to wear)…..this coat since Monday.
      10     The leaves (to fall)…..to the ground.
      11     He (to work)…..the sum correctly.
      12     his friend (to come)…..from poona.
      13     The cow (to eat)…..the whole loaf.
      14     I (to see) banaras.
      15     Some one (to steal)…..my watch.
Exercise – 21 X 2
(translate into English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
     01      પરમેશ્વરે આ દુનિયા બનાવીછે.
     02      આ ખેડૂતે આખી વાડી ખોદી છે.
     03      કુતરાએ આખો રોટલો ખાધો છે
     04      આજે બધા વિદ્યાર્થીઓ સિનેમા જોવા ગયા છે.
     05      મેં એક બિલાડીને ખવડાવ્યું છે.
     06      ઘડિયાળમાં દશ વાગ્યા છે.
     07      તમે હમણાં જ અહીં આવ્યા છો.
     08      તેઓ નીચે બેસી ગયા છે.
     09      હું ગઈકાલે બે માઈલ ચાલ્યો છું
     10      મારા પિતાએ મારા માટે નવી ફાઉન્ટન પેન ખરીદી છે.
     11      મારા મોટા ભાઈ નવસારી ગયા છે.
     12      આ બારીનો કાચ કોણે ભાંગ્યો છે.
     13      મને તમારો રૂમાલ મળ્યો છે.
     14      મેં દુધ અને ચા પીધા છે.
     15      શિયાળામાં લોકો ગરમ કપડા પહેરે છે.
     16      તેણે ચપ્પુ વડે પોતાની આંગળી કાપી.
     17      ઈશ્વર વરસાદ મોકલે છે.
     18      મેં તાજમહાલ જોયો છે.
     19      તમે અયોધ્યા જોઈ છે
     20      હરદ્વાર ગંગાને કિનારે યાત્રાનું પવિત્ર સ્થળ છે.



Exercise – 21 X 3
     01      પૂર્ણ વર્તમાનકાળ ની વ્યાખ્યા દાખલો આપી સમજાવો.
     02      પૂર્ણ વર્તમાનકાળ ના રૂપ કેવી રીતે તૈયાર થાય છે.

     03      To love ના પૂર્ણ વર્તમાનકાળ ના રૂપ લખો અને મોઢેથી બોલી જાવ.






No comments:

Post a Comment

Home