Thursday 6 December 2018

English Grammer Part6

                               English Grammer Part6

Chapter – 22          Past Perfect Tenseપાસ્ટ પરફેક્ટ ટેન્સપૂર્ણ ભૂતકાળ કાળ 
Chapter – 23          Future Perfect Tenseફ્યુચર પરફેક્ટ ટેન્સપૂર્ણ ભવિષ્ય કાળ
Chapter – 24          Perfect Continuous Tenseપરફેક્ટ કન્ટીન્યુઅસ ટેન્સચાલુ પૂર્ણ કાળ
Chapter – 25          Kinds Of Preposition કાઈન્ડસ ઓફ પ્રેપોઝીસન નામ યોગી અવ્યય ના પ્રકાર  




CHAPTER – 22 GRAMMAR & COMPOSITION
Past Perfect Tense પાસ્ટ પરફેક્ટ ટેન્સપૂર્ણ ભૂતકાળ
          જયારે કોઈ ક્રિયા બીજી ક્રિયાની પહેલા પૂર્ણ થયેલ હોય ત્યારે અંગ્રેજીમાં પૂર્ણ ભૂતકાળ વાપરવામાં આવેછે પૂર્ણ ભૂતકાળ ને અંગ્રેજીમાં The past perfect tense કહેવામાં આવેછે
                               
Example            1 – He had written a letter before you came.
                        તમે આવ્યા તે પહેલા તેણે કાગળ લખ્યો હતો
                   2 – Patient had died before the physician came.
                                વૈધ આવ્યા તે પહેલા દર્દી મારી ગયો હતો
                   3 – My sister had worked hard, So she got a prize.
                                મારી બહેને બહુ મહેનત કરી હતી તેથી તેણીએ ઇનામ મેળવ્યું
                  
          એક ક્રિયા બીજી ક્રિયા કરતા પ્રથમ થયેલ છે ગુજરાતીમાં જયારે બે ભૂતકાળ સાથે વપરાયેલા હોય ત્યારે ક્રિયાપદ પૂર્ણ
ભૂતકાળ માં હોયછે તેથી ક્રિયાપદ નો કાળ પૂર્ણ ભૂતકાળ કહેવાયછે પૂર્ણ ભૂતકાળ બનાવવાની રીત આપેલા ક્રિયાપદ ની પહેલા
Tohave ક્રિયાપદ ના ભૂતકાળ ના રૂપ મુકવાથી પૂર્ણ ભૂતકાળ ના રૂપ તૈયાર થાયછે

                   Singular                                                          Plural
Example         I had gone – હું ગયો હતો                       We had gone – અમે ગયા હતા
                   Thou hadst gone – તું ગયો હતો                   you had gone – તમે ગયા હતા
                   He had gone – તે ગયો હતો                         They had goneતેઓ ગયા હતા
                                She had gone – તેણી ગઈ હતી
                   It had gone – તે ગયો હતો

Example         01 – He saw me in the bazzar.                      તે મને બજારમાં મળ્યો હતો
                   02 – I saw you on the bridge.                               મેં તમને પુલ ઉપર જોયા હતા
                   03 – You walked two miles yesterday.           તમે ગઈકાલે બે માઈલ ચાલ્યા હતા
                   04 – It rained hard yesterday.                             ગઈકાલે સખત વરસાદ પડ્યો હતો   
    



CHAPTER – 22 EXERCISE – 22
Past Perfect Tense પાસ્ટ પરફેક્ટ ટેન્સપૂર્ણ ભૂતકાળ  
Exercise – 22 X 1
(નીચે આપેલી ખાલી જગ્યામાં કૌંસમાં આપેલ ક્રિયાપદ નું પૂર્ણ ભૂતકાળ નું રૂપ મુકો)
      01     The train (to start)…..before you (to come)…..
      02     The servant (to steal)…..my watch.
      03     The robbers (to run away)…..before the army (to come)…..
      04     The dog (to eat)…..his food.
      05     He (to fight)…..bravely.
      06     The work (to begin)…..befour you come.
      07     The teacher gave hima prize because he (to work)…..hard.
      08     Moti (to open)…..the door.
      09     Sita (to break)…..her slate.
      10     You (to get up)…..when the sun rose up.
Exercise – 22 X 2
 (translate into English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
      01      હું સ્ટેશને પહોંચ્યો તે પહેલા આગગાડી ઉપડી ગઈ હતી
     02      વરસાદ પડ્યો તે પહેલા અમે ઘેર પહોંચ્યા હતા
     03      ઈશ્વરના હુકમ માનવા એ આપણી ફરજ છે
     04      ગઈકાલે ઇન્સ્પેક્ટર સાહેબ અમારી નિશાળ તપાસવા આવ્યા હતા
     05      મેં મારી બિલાડીને ખવડાવ્યું
     06      ખેડૂતે પોતાની વાડી ખોદી હતી
     07      હું આવ્યો ત્યારે તમે ગીત ગાતા હતા
     08      મારો નાનો ભાઈ ગઈ કાલે મુંબઈ ગયો
     09      વરસાદ પડ્યો તે પહેલા ખેડૂતે પોતાનું ખેતર ખેડયું હતું
     10      ડીસેમ્બરની ૨૫મી તારીખે નાતાલ આવેછે
     11      જયારે તે મને મળ્યો ત્યારે મેં તેને ઓળખ્યો
     12      ઘોડાએ બધું ઘાસ ખાધું છે
     13      સિકંદરે હિન્દુસ્તાન ઉપર ચડાઈ કરી
     14      તે દરરોજ પુલ ઉપર ફરવા જાય છે
     15      વૈધ આવ્યા તે પહેલા દર્દી મરી ગયો
     16      મારા બાપુજી ઘેર આવ્યા તે પહેલા મારી બહેને ગાય દોહી હતી
     17      તમે આવ્યા તે પહેલા તેણે કાગળ લખ્યો હતો
     18      તે બહાર ગયો તે પહેલા મેં તેને જોયો હતો 
Exercise – 22 X 3
     01      પૂર્ણ ભૂતકાળની વ્યાખ્યા દાખલો આપી સમજાવો
     02      પૂર્ણ ભૂતકાળ ના રૂપ કેવી રીતે તૈયાર થાય છે
     03      To speak ના પૂર્ણ ભૂતકાળ ના રૂપ લખો
     04      સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ નો ગુજરાતીમાં અને અંગ્રેજીમાં તફાવત છે તે દાખલા આપી સ્પષ્ટ કરો   




CHAPTER – 23 GRAMMAR & COMPOSITION
Future Perfect Tense ફ્યુચર પરફેક્ટ ટેન્સપૂર્ણ ભવિષ્ય કાળ
          ભવિષ્યમાં ક્રિયા અમુક ચોક્ક્સ વખતે બીજી ક્રિયા શરૂ થતા પહેલા પૂરી થઈ હશે એમ બતાવવા માટે પૂર્ણ ભવિષ્ય કાળ વપરાય છે અંગ્રેજીમાં પૂર્ણ ભવિષ્ય કાળ ને The future perfect tense કહેવામાં આવેછે
              
Example         1 – I shall have written my lessons tomorrow.
                        આવતીકાલે મેં મારા પાઠ લખ્યા હશે
                                2 – You will have reached the school before the bell rings.
                                ઘંટ વાગતા પહેલા તમે નિશાળે પહોંચ્યા હશો
                   3 – My sister will have got a prize
                                મારી બહેને ઇનામ મેળવ્યું હશે
                   4 – He will have finished his work before you come.
                                તમે આવશો તે પહેલા તેણે પોતાનું કાર્ય પૂરું કર્યું હશે
                   5 – I shall have passed my examination in june.
                                જુન માસ માં મેં મારી પરીક્ષા પસાર કરી હશે
                  
          ઉપરના દરેક વાક્ય માં ભવિષ્ય માં અમુક ક્રિયાઓ પૂરી થઈ હશે એમ જણાવવામાં આવેલ છે આવા સમયે અંગ્રેજીમાં
પૂર્ણ ભવિષ્યકાળ વાપરવામાં આવેછે ગુજરાતીમાં ક્રિયાપદ જયારે ભૂતકાળ અને ભવિષ્યકાળ સાથે વાપરવામાં આવેલ હોય
ત્યારે ક્રિયાપદ નો કાળ પૂર્ણ ભવિષ્યકાળ હોયછે પૂર્ણ ભવિષ્યકાળ તૈયાર કરવા માટે આપેલા ક્રિયાપદ ના ભૂતકૃદંત ની પહેલા
To have ક્રિયાપદના ભવિષ્યકાળ ના રૂપ મુકવાથી પૂર્ણ ભવિષ્યકાળ ના રૂપ તૈયાર થાય છે

                   Singular                                                          Plural
Example           I shall have played – હું રમ્યો હોઈશ               We shall have played – અમે રમ્યા હોઈશું
                   Thou will have played – તું રમ્યો હોઈશ          You will have played – તમે રમ્યા હશો
                   He will have played – તે રમ્યો હશે                They will have played – તેઓ રમ્યા હશે
                   She will have played – તેણી રમી હશે
                   It will have played – તે રમ્યો હશે                 
         



CHAPTER – 23 EXERCISE – 23
Future Perfect Tense ફ્યુચર પરફેક્ટ ટેન્સપૂર્ણ ભવિષ્ય કાળ
Exercise – 23 X 1
(નીચેના વાક્યો પૂર્ણ ભવિષ્યકાળ માં ફેરવો)
      01     I write my lessons with pen.
      02     My friend bought many books.
      03     His father was selling fruits.
      04     These boys will swim today.
      05     You will shut the door.
      06     These man have worked hard.
      07     He came here yesterday.
      08     We have heard a strange story.
      09     Radha is milking the cow.
      10     The woman shook her head.
      11     He wrote a letter to his uncle.
      12     He had fought bravely.
      13     My brother will win a prize.
      14     Mohan had found a knife.
      15     Mangla had read this book.
Exercise – 23 X 2
(ખાલી જગ્યાએ પૂર્ણ ભવિષ્યકાળ મુકો)
      01     Ramesh…..to school.
      02     Mukund…..this book.
      03     The cow…..the grass.
      04     I…..some milk.
      05     You…..your work today.
Exercise – 23 X 3
(translate into English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
     01      આગગાડી આવશે તે પહેલા હું સ્ટેશને પહોચ્યો હોઈશ.
     02      તમે જશો તે પહેલા હું મારા પાઠ વાંચી જઈશ.
     03      તમે આવતીકાલે એરોપ્લેન માં મુસાફરી કરતા હશો
     04      મારો ભત્રીજો આ વર્ષે કાશ્મીર ગયો છે
     05      તમારી ચોપડીઓ રમેશે લીધી હશે
     06      આ છોકરીએ આવતીકાલે પોતાના પાઠ વાંચ્યા હશે
     07      મરી પરીક્ષા એપ્રિલ માસ માં શરૂ થશે
     08      તમે ચાવી આપો તે પહેલા ઘડિયાળ અટકશે
     09      છોકરીઓ ઘેર આવતા ડોશી બાજરો દળી રહેશે
     10      તમે આવશો તે પહેલા હું નિશાળે ગયો હોઈશ
     11      અમે આવશું તે પહેલા તે પોતાનું કામ પૂરું કરી રહેશે
     12      આવતે વર્ષે મેં મેટ્રિક ની પરીક્ષા પસાર કરી હશે
     13      રજા પડ્યા પહેલા તમે આ ચોપડી વાંચી હશે
     14      ડોક્ટર આવ્યા પહેલા દર્દી મરી ગયો હશે
     15      તેણે પોતાના નોકરને સ્ટેશને મોકલ્યો હશે
     16      કાલે આ વખતે મારી બહેન ગાય દોહતી હશે
     17      તમે આવતીકાલે આ વખતે રમતા હશો
     18      ત્રણ વર્ષમાં હું બધી ભાષા શીખી રહીશ
     19      આવતીકાલે મેં મારું કામ પૂરું કર્યું હશે
     20      વસંત આવતા પહેલા આ ફૂલો કરમાઈ જશે
Exercise – 23 X 4
     01      પૂર્ણ ભવિષ્યકાળ ગુજરાતીમાં કેવી રીતે શોધશો
     02      પૂર્ણ ભવિષ્યકાળ ની વ્યાખ્યા દાખલો આપી સમજાવો
     03      પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ નો તફાવત સમજાવો
     04      પૂર્ણ ભવિષ્યકાળ ની રીત સમજાવો




CHAPTER – 24 GRAMMAR & COMPOSITION
Perfect Continuous Tenseપરફેક્ટ કન્ટીન્યુઅસ ટેન્સચાલુ પૂર્ણ કાળ
          અંગ્રેજીમાં આપણે ત્રણ સાદા કાળ ત્રણ ચાલુ કાળ અને ત્રણ પૂર્ણ કાળ નો અભ્યાસ કર્યો હવે આપણે ત્રણ ચાલુ પૂર્ણ કાળ શીખશું ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈને અત્યાર સુધી ચાલુ રહી છે એવું દર્શાવવા ચાલુ પૂર્ણ સંયુક્ત પણે નીચેનાનિયમ મુજબ વપરાય છે અને તે માત્ર મૂળભેદ માં જ વપરાય છે

Perfect Continuous Present Tenseપરફેક્ટ કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ  ટેન્સચાલુ પૂર્ણ વર્તમાન કાળ

          કોઈ ક્રિયા ભૂતકાળ માં ચાલુ થઈ ને અત્યાર સુધી ચાલુ રહી હોય તેવો અર્થ દર્શાવવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ નો
ઉપયોગ થાયછે મુખ્ય ક્રિયાપદ ના વર્તમાન કૃદંત ની પૂર્વે To be ના પૂર્ણ વર્તમાન કાળ ના રૂપ મુકવાથી ચાલુ પૂર્ણ વર્તમાન
કાળ તૈયાર થાય છે
         
Example         01 – It has been raining for three hours.
                        02 – I have reading since three o’clock.  

Perfect Continuous Past Tense પરફેક્ટ કન્ટીન્યુઅસ પાસ્ટ ટેન્સચાલુ પૂર્ણ ભૂતકાળ કાળ
          ભૂતકાળ માં થયેલી કોઇપણ બે ક્રિયા માંથી એક ક્રિયા વહેલી શરૂ થઈ હોય અને બીજી ક્રિયા થઈ ત્યારે પણ ચાલુ હતી તેમ દર્શાવવા ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય છે મુખ્ય ક્રિયાપદ ના વર્તમાન કૃદંત ની પૂર્વે To be ના પૂર્ણ ભૂતકાળ ના રૂપ મુકવા થી ચાલુ પૂર્ણ ભૂતકાળ ના રૂપ તૈયાર થાય છે

Example      01 – Ali had been playing for two hours when I called him.
                        02 – He had been suffering for two weeks when the doctor was called.

Perfect Continuous Future Tense પરફેક્ટ કન્ટીન્યુઅસ ફ્યુચર ટેન્સચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ
          ભવિષ્યમાં થનારી કોઈપણ બે ક્રિયામાંથી એક ક્રિયા પહેલી શરૂ થઈને બીજી ક્રિયા થાય ત્યાં સુધી ચાલુ રહે લેવો અર્થ
દર્શાવવા ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે મુખ્ય ક્રિયાપદ ના વર્તમાન કૃદંત ની પૂર્વે To be ના પૂર્ણ ભૂતકાળ ના રૂપ મુકવા
થી ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ના રૂપ તૈયાર થાય છે

Example       01 – We shall have been reading for four hours the sun rises.
                        02 – They will have been sleeping for two hours only before the sun rises.





CHAPTER – 24 EXERCISE – 24
Perfect Continuous Tense પરફેક્ટ કન્ટીન્યુઅસ ટેન્સચાલુ પૂર્ણ કાળ
Exercise – 24 X 1
(કૌંસમાં આપેલ ક્રિયાપદ ના ચાલુ પૂર્ણ કાળનું યોગ્ય રૂપ વાપરી ખાલી જગ્યા પુરો)
      01     I…..(To play) for some minutes befor you came.
      02     They…..(To learn) Hindi for a long time.
      03     They…..(To sleep) For several hours befor the sun rose.
      04     That boy…..(To work) for three hours.
      05     I…..(To study) english for two hours.
      06     They began work on the 6th, so they…..(To work) for week on the 13th.
Exercise – 24 X 2
(translate into English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
     01      અમે પાંચ વાગ્યા થી રમી રહ્યા છીએ.
     02      આ છોકરાઓ છ વર્ષ થી ગુજરાતીનો અભ્યાસ કરેછે
     03      તમે મને સાંભળ્યો તે પહેલા લાંબા સમયથી હું તમને બોલાવી રહ્યો હતો
     04      આ કડીયો પેલું મકાન એક વર્ષ થી બાંધી રહ્યો છે
     05      ખેડૂતો મદદે આવ્યા તે પહેલાના લાંબા સમય થી તે છોકરો બુમો પડી રહ્યો હતો
     06      પરીક્ષા એપ્રિલ મહિનામાં થશે અને મારો ભાઈ માત્ર જાન્યુઆરીમાં આ નિશાળમાં દાખલ થયો
     07      પરીક્ષા આપતી વખતે તેણે માત્ર ત્રણ મહિના અભ્યાસ કર્યો હશે 
Exercise – 24 X 3
     01      ત્રણેય પ્રકારના ચાલુ પૂર્ણ કાળ ની વ્યાખ્યા લખો તથા રચના દાખલા આપી સમજાવો


                                            CHAPTER – 25 GRAMMAR & COMPOSITION
Kinds Of Prepositions નામયોગી અવ્યય ના પ્રકાર
Prepositionપ્રેપોઝીસન નામયોગી અવ્યય
          ગુજરાતીમાં સાત વિભક્તિ છે જયારે અંગ્રજીમાં ફક્ત ત્રણ વિભક્તિ છે ગુજરાતીમાં પહેલી વિભક્તિ ને પ્રત્યય નથી જયારે અંગ્રેજીમાં પહેલી અને બીજી વિભક્તિ ને પ્રત્યય નથી અંગ્રેજીમાં છઠી વિભક્તિ નો પ્રત્યય ( S ) અને ( Of ) છે ગુજરાતીમાં ત્રીજી, ચોથી, પાંચમી, છઠી, અને સાતમી વિભક્તિ ને પ્રત્યય છે પણ અંગ્રજીમાં એ વિભક્તિ નો અર્થ બતાવવા નામયોગી
અવ્યય વાપરવામાં આવેછે
                  
                01     ત્રીજી વિભક્તિ ગુજરાતીમાં ત્રીજી વિભક્તિ કરણને અર્થે વાપરવામાં આવેછે અંગ્રેજીમાં તેનો અર્થ દર્શાવવા માટે નામયોગી અવ્યય by અને with વાપરવામાં આવેછે
               
Example         01 – I write with a pencil.                             હું પેન્સિલ વડે લાખુ છું
                02 – The city destroyed by fire                     શહેર આગથી નાશ પામ્યું
                03 – I washed hands with water.                 મેં પાણી થી હાથ ધોયા
                  
                02    ચોથી વિભક્તિ ગુજરાતીમાં ચોથી વિભક્તિ સંપ્રદાન તરીકે વાપરવામાં આવેછે સંપ્રદાન એટલે કોઈને કંઈક
આપવું પીરસવું દાન આપવું વિગેરે અંગ્રેજીમાં સંપ્રદાન નો અર્થ દર્શાવવા માટે નામયોગી અવ્યય to વાપરવામાં આવેછે
                  
Example            01 – I give a rupee to Mahesh                      હું મહેશ ને એક રૂપિયો આપુંછું
                        02 – The king gives gold to the poor        રાજા ગરીબ ને સોનું આપેછે
                        03 – I sent news to my friend                મેં મારા મિત્ર ને સમાચાર મોકલ્યા
                               
          ગુજરાતીમાં કોઈ વખતે કર્મ ને ચોથી વિભક્તિ નો પ્રત્યય ( ને ) લાગે છે જેમ કે હું મારા ભાઈ – બહેન ને ચાહુછું મેં તે છોકરાને જોયો વિગેરે આવે વખતે વિદ્યાર્થી એ સાવધ રહેવું અને ભૂલથી અંગ્રેજીમાં નામયોગી અવ્યય નો to વાપરવો નહી ( ને ) પ્રત્યય વપરાયો હોય ત્યારે તે કર્મ ને અર્થે વપરાયો છે કે સંપ્રદાન ને અર્થે તે વિચારવું જો સંપ્રદાન ના અર્થે વપરાયો હોય તો to વાપરવો અને જો કર્મ ના અર્થ માં વપરાયો હોય તો to વપરાય નહી
                  
          નોંધ - નીચેના વાક્ય માં (ને) કર્મ તરીકે વપરાયો છે માટે ત્યાં to વાપરવો નહી

Example       01 – I love my brother                                              હું મારા ભાઈ ને ચાહું છું
                   02 – I saw that boy.                                       મેં તે છોકરાને જોયો
               
        નોંધ - નીચેના વાક્ય માં (ને) સંપ્રદાન તરીકે વપરાયો છે માટે ત્યાં to વાપરવો
                  
Example       01 – I give a rupee to chandrika                  મેં ચંદ્રિકાને એક રૂપિયો આપ્યો
                  
          03     પાંચમી વિભક્તિ પાંચમી વિભક્તિ નો અર્થ અપાદાન છે એટલે કે કોઈ ઠેકાણેથી નીકળવું અથવા આવવું
જવું વિગેરે અંગ્રેજીમાં તે અર્થ દર્શાવવા માટે નામયોગી અવ્યય from વાપરવામાં આવેછે

Example       01 – I came from Baroda                              હું વડોદરા થી આવ્યો
               
        નોંધ - પરંતુ કારણને અર્થે પાંચમી વિભક્તિ વપરાયેલ હોયતો by, કે with, નો ઉપયોગ કરવો
                  
Example       01 – The place is covered with green grass.            તે જગ્યા લીલા ઘાસથી ઢંકાયેલી છે

            04     છઠી વિભક્તિ છઠી વિભક્તિ નો અર્થ સંબંધ છે તે ઘણું કરીને કબજો બતાવે છે પણ તે ઘણે અર્થે વિશેષણ ના
અર્થમાં વાપરવામાં આવેછે સંબંધ ના અર્થમાં હોય તેને ક્રિયાપદ સાથે સંબંધ ન હોય ત્યારે વિશેષણના અર્થ માં વાપરયછે
       
Example      01 – The king’s servent is honest.           રાજાનો નોકર પ્રમાણિક છે
                   02 – The servent of the king is honest
                03 – Bird’s nests are pretty                           પક્ષીઓના માળા સુંદર છે  
                        04 – The nests of birds are pretty
                        05 – Chair’s leg is broken                   ખુરસીનો પાયો ભાંગેલો છે  
                        06 – The leg of the chair is broken

        નોંધ નિર્જીવ પદાર્થો ના નામને  પ્રત્યય લાગતો નથી પણ of નો ઉપયોગ કરી તેનું ભાષંતર કરવું  અને સજીવ
નામને S કે of વાપરી શકાય છે
                05     સાતમી વિભક્તિ સાતમી વિભક્તિ સ્થળ, સમય વિગેરે બતાવે છે અંગ્રેજીમાં તેનો અર્થ બતાવવા નામયોગી
અવ્યય ના શબ્દો in, into, at, on, during, among વિગેરે વાપરવામાં

Example       01 – I pray to God in the evening                      હું સાંજે પ્રભુની પ્રાર્થના કરુંછું
                   02 – He was sitting at the door                            તે દરવાજામાં બેઠેલો હતો
                   03 – Sharda comes into the room                      શારદા ઓરડામાં આવેછે
                   04 – The train runs on the rail                            ગાડી પાટા ઉપર ચાલેછે
                   05 – Divide mangoes among ten children     દશ બાળકો વચ્ચે કેરી વહેચી આપો
                   06 – The moon shines during the night         ચંદ્ર રાત્રે પ્રકાશે છે
                  
                નામયોગી અવ્યય અંગ્રેજી ભાષમાં ઘણા મહત્વના છે અને તેના ખાસ ઉપયોગો જાણ્યા સિવાય શુદ્ધ લખાણ લખી શકાય નહી એટલે તેમના અર્થ અને ઉપયોગ ધ્યાન પૂર્વક શીખવા જોઈએ નીચેના વાક્યોમાં નામયોગી અવ્યય માં વપરાતા બીજા શબ્દોનો વિશેષ ઉપયોગ જુઓ
                  
           01    Among અને between
                       
        નિયમ – ૧ જયારે આપણે બે માણસ કે વસ્તુ વિષે વાત કરતા હોય ત્યારે Between શબ્દ વપરાયછે પરંતુ બે થી વધારે માણસો કે વસ્તુ વિષે વાત થતી હોય ત્યારે Among વાપરવામાં આવેછે
               
Example            1 – I divide mangoes between the students          હું બે વિદ્યાર્થીઓ વચ્ચે કેરી વહેંચું છું
                   2 – I divide mangoes among the students       હું વિદ્યાર્થીઓ વચ્ચે કેરી વહેંચું છું

        02     At અને in

            નિયમ – ૨ ઉપરના બંને શબ્દો સ્થળ સૂચવે છે દેશો, જીલ્લાઓ, પ્રાન્તો, મોટા શહેરોના નામની પૂર્વે in વપરાય છે અને નાના કસ્બાઓ, ગામડાઓ અને નાના સ્થળો ની પૂર્વે at વપરાયછે


Example       1 – He was born in Cylon                                       તે સિલોનમાં જન્મ્યો હતો
                   2 – I live at Rajkot                                                      હું રાજકોટ માં રહુછું

         

                નિયમ – ૩ જયારે એકજ વાક્યમાં બે સ્થળો ના નામ આવતા હોય ત્યારે મોટા નામની પૂર્વે in અને નાના નામ ની પૂર્વે at
વાપરવામાં આવેછે

Example            1 – He was born at Rajkot in Saurashtra            તે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં જન્મ્યો હતો

          03     By અને with
                   
        નિયમ – ૪ કોઈ પણ કામ કરવા માટે જે સાધન વપરાયેલ હોય તેની પૂર્વે with વાપરવામાં આવેછે અને કામ કરનારની પૂર્વે by વાપરવામાં આવેછે
                  
Example       1 – This book was written by me with a pen      આ ચોપડી મારાથી કલમ વડે લખાઈ હતી

          04     In અને into

            નિયમ – ૫ જયારે વાક્ય માં સ્થિતિ સૂચવે ત્યારે in વાપરવામાં આવેછે અને જયારે એક સ્થિતિ માંથી બીજી સ્થિતિ માં જવાનું હોય ત્યારે Into વપરાય છે

Example       1 – He is in the class                                                   તે વર્ગ માં છે
                   2 – May I come into the class?                      હું વર્ગમાં આવું ?

                05     In અને to

            નિયમ – ૬ કઈ જગ્યા અથવા કયું સ્થળ કઈ દિશામાં આવેલ છે તે દર્શાવવા માટે ઉપરના શબ્દો વપરાયછે

Example       1 – Rameshwar is in the south of India         રામેશ્વર ભારતની દક્ષિણ માં આવેલુંછે
                   2 – Badrinath is to the north of India             બદ્રીનાથ ભારતની ઉતરે આવેલું છે

                નિયમ – ૭ કોઈ સ્થળે જવું કે આવવું તેમ દર્શાવવા માટે જે સ્થળે જવાનું કે આવવાનું હોય તે સ્થળ ના નામ ની પૂર્વે to
વાપરવામાં આવેછે
                  
Example       1 – He went to Bombay                                           તે મુંબઈ ગયો

          06     On, Over, Above

            નિયમ – ૮ On એક વસ્તુ બીજી વસ્તુની લગોલગ હોય ત્યારે વાપરવામાં આવેછે

Example       1 – Your pen is on the table                                  તમારી પેન ટેબલ ઉપર છે

          નિયમ – ૯ Above નો અર્થ પણ ઉપર થાયછે પરંતુ લગોલગ એવો અર્થ નથી થતો

Example       1 – The Sun is above our heads                          સુર્ય આપણા માથા ઉપર છે

          નિયમ – ૧૦ Over કોઈ ઉંચી અને અલગ વસ્તુનું સુચન કરેછે

Example      1 – The Sun is over our heads                      સુર્ય આપણા માથા ઉપર છે

               
            07     Since, From, For

                નિયમ – ૧૧ Since નામયોગી અવ્યય તરીકે ચોક્ક્સ વખત વાચક શબ્દની પૂર્વે વપરાય છે પરંતુ મુદત સુચક શબ્દની પૂર્વે તે કદી વપરાતો નથી Since ની પહેલા જે ક્રિયાપદ આવે તે પૂર્ણ વર્તમાન કાળ માં હોયછે

Example       1 – He has been ill since last Monday              તે ગયા સોમવાર થી માંદો છે
               
          નિયમ – ૧૨ From પણ since ના ઉપયોગ પ્રમાણે વપરાય છે પરંતુ from ગમે તે કાળ ના ક્રિયાપદ પછી આવી શકે છે

Example            1 – He will come here from tomorrow           તે આવતી કાલથી અહી આવશે

          નિયમ – ૧૩ જયારે મુદત બતાવવાની હોય ત્યારે for વપરાય છે
                  
Example       1 – He has been ill for the last four days                               તે છેલ્લા ચાર દિવસથી માંદો છે
                   2 – I have not received your letter for many days     ઘણા દિવસથી તમારો પત્ર નથી

                08     In, within અને during

                નિયમ – ૧૪ In નો અર્થ અંતે થાયછે within નો અર્થ અંદર થાયછે અને during નો અર્થ દરમ્યાન થાયછે

Example       1 – He will return in a month.                                     તે એક મહીને પાછો આવશે
                   2 – He will return within a month                             તે એક મહિનાની અંદર પાછો આવશે
                   3 – My friend will come during this month         આ માસ દરમ્યાન મારો મિત્ર પાછો આવશે

          01      પહેલી વિભક્તિ (કર્તા વિભક્તિ) ની વ્યાખ્યા
          ક્રિયા કરનારની કર્તા વિભક્તિ કહેવાય છે. તે વિભક્તિનો ગુજરાતીમાં તેમજ અંગ્રેજીમાં પ્રત્યય નથી ગુજરાતીમાં
કોઈવાર (એ) પ્રત્યય લાગે છે

          02      બીજી વિભક્તિ (કર્મ વિભક્તિ) ની વ્યાખ્યા
          ક્રિયાની અસર જેના ઉપર થતી હોય તેની કર્મ વિભક્તિ કહેવામાં આવેછે તે વિભ્ક્તિનો ગુજરાતી કે અંગ્રજીમાં કોઈ પ્રત્યય નથી ગુજરાતીમાં કોઈવાર (ને) પ્રત્યય વપરાય છે

          03      ત્રીજી વિભક્તિ (કરણ વિભક્તિ) ની વ્યાખ્યા
          જયારે કોઈ ક્રિયા સાધન વડે કરવામાં આવે ત્યારે સાધન અને કામ કરનાર વ્યક્તિ બંને ની ત્રીજી વિભક્તિ કહેવામાં આવેછે ગુજરાતીમાં તેનો પ્રત્યય (થી,વડે,એ.) વિગેરે છે અંગ્રજીમાં તે દર્શાવવા (by તથા with) વપરાય છે
         
          04      ચોથી વિભક્તિ (સંપ્રદાન વિભક્તિ) ની વ્યાખ્યા
          કોઈને કાંઈ આપવું અથવા પીરસવું એવો તેનો ભાવાર્થ થતો હોય ત્યારે લેનાર વ્યક્તિ ની સંપ્રદાન વિભક્તિ કહેવામાં આવેછે તેનો ગુજરાતી પ્રત્યય (ને) છે અને અંગ્રજીમાં (To) છે અને તે નામની પૂર્વે મુકાઈ છે

          05      પાંચમી વિભક્તિ (અપાદાન વિભક્તિ) ની વ્યાખ્યા
          કોઈ પણ ઠેકાણે થી આવવું જવું ઉપડવું કે નીકળવું આવો ભાવાર્થ જયારે વાક્યમાં થતો હોય ત્યારે વાક્યમાં જે સ્થળ દર્શાવ્યું હોય તે સ્થળ ની પાંચમી વિભક્તિ કહેવામા આવેછે ગુજરાતીમાં તેનો પ્રત્યય (થી) છે જયારે અંગ્રેજીમાં તેનો પ્રત્યય (From) છે

    
                06      છઠી વિભક્તિ (સંબંધ વિભક્તિ) ની વ્યાખ્યા
          કોઈ નામનો સંબંધ અન્ય નામ સાથે બતાવવામાં આવ્યો હોય ત્યારે અને માલિકી નો ભાવાર્થ થતો હોય ત્યારે તે નામ ની સંબંધ વિભક્તિ કહેવામાં આવેછે ગુજરાતીમાં તેનો પ્રત્યય (નો, ની, નું, ના,) છે જયારે અંગ્રજીમાં નામની પછી (’S) અથવા તે નામની પૂર્વે (Of) વપરાય છે

                07      સાતમી વિભક્તિ ની વ્યાખ્યા
          કોઈપણ ક્રિયાનું સ્થળ, સમય, ઠેકાણું વિગેરે દર્શાવવા નામની સાતમી વિભક્તિ વાપરવામાં આવેછે ગુજરાતીમાં તેનો પ્રત્યય અથવા શબ્દ (માં, એ, વચ્ચે, ઉપર, એ સ્થળે,) વિગેરે છે અંગેજીમાં તે વિભક્તિ દર્શાવવા (In, Into, At, On, Among,) વિગેરે વાપરવામાં આવેછે

(કેટલાક જરૂરી નામયોગી અવ્યય નો ઉપયોગ)
        01      By બાય – થી, વડે. નામયોગી અવ્યય (કરણ વિભક્તિ) ના અર્થમાં કામ કરનારના નામની પૂર્વે (By) વપરાય છે

     02      Withવીથ – વડે નામયોગી અવ્યય (કરણ વિભક્તિ) ના અર્થ માં સાધનના નામની પૂર્વે (With) વપરાય છે

     03      Toટુ – ને આપવું નામયોગી અવ્યય (સંપ્રદાન વિભક્તિ) ના અર્થ માં લેનાર વ્યક્તિ ના નામની પૂર્વે (To) વપરાય
     છે અને ની તરફ પ્રયાણ નામયોગી અવ્યય જે સ્થળે જવાનું હોય તે સ્થળ ના નામની પૂર્વે પણ (To) વપરાય છે

     04     From ફ્રોમ – કોઈ ઠેકાણે થી નામયોગી અવ્યય (અપાદાન વિભક્તિ) ના અર્થ માં જે સ્થળે થી નીકળવાનું અથવા
     ઉપાડવાનું હોય તે સ્થળના નામ ની પૂર્વે (From) વપરાય છે

     05      Of, ’Sઓફ – નો, ની, નું, ના. નામયોગી અવ્યય બે નામનો સંબંધ માલિકીના અર્થમાં દર્શાવવા નામની પૂર્વે (Of)
        (’S) વપરાય છે સજીવ નામની સાથે (Of) અથવા (’S) ગમે તે વાપરી શકાય છે નિર્જીવ પદાર્થના નામની સાથે માત્ર (Of)
        વપરાય છે

     06      Among, Betweenએમંગ, બીટવીનબંને નો અર્થ ની વચ્ચે થાયછે બેજ વ્યક્તિ ની વાતચીત માટે (Between)
     અને બેથી વધારે વ્યક્તિની વાતચીત માટે (Among) વપરાય છે બંને શબ્દો નામયોગી અવ્યય છે

     07      At અને In બંને શબ્દો નામયોગી અવ્યય છે સ્થળના નામની પૂર્વે બંને શબ્દો વપરાય છે નાના સ્થળની પૂર્વે (At)
        જે સ્થળે ટુંકા સમય નું રોકાણ દર્શાવવું હોય ત્યારે પણ (At) વપરાય છે જયારે મોટા સ્થળના નામની પૂર્વે (In) વપરાય છે

     08      In તથા Into – ઇન તથા ઇન ટુ – માં, અંદર અર્થ થાય છે બંને નામયોગી અવ્યય છે
     In              સ્થિતિ સુચવેછે
     Into               એક સ્થિતિ માંથી બીજી સ્થિતિ માં ગતિ સૂચવે છે

     09      In તથા To – ઇન તથા ઇન ટુ – અમુક સ્થળે અમુક દિશાએ એવો અર્થ થાય છે બંને શબ્દો નામયોગી અવ્યય છે
     દિશા અથવા સ્થળનું ઠેકાણું દર્શાવવા (In) અને (To) વપરાય છે

     10       On, Above, Overઓન, એબોવ, ઓવર. – ત્રણેય શબ્દોનો અર્થ ઉપર એવો થાય છે ત્રણેય શબ્દો નામયોગી
     અવ્યય છે
     On                 લગોલગ ઉપરની સ્થિતિ બતાવેછે
     Above         અમુક ઉચાઈએ ઉપર સ્થિતિ બતાવેછે
     Over          અમુક ઉચાઈએ ઉપર ગતિ સૂચવે છે

     11      Since, From, Forસીન્સ, ફ્રોમ, ફોર – ત્રણેય નો અર્થ અમુક સમય થી એવો થાયછે ત્રણેય શબ્દો નામયોગી
     અવ્યય છે
     Since            માત્ર પૂર્ણ વર્તમાન કાળમાં ચોક્ક્સ સમય વાચક શબ્દની પૂર્વે વપરાય છે
     From           ગમે તે કાળમાં ચોક્ક્સ વખત વાચક શબ્દની પૂર્વે વપરાય છે
     For                અમુક સમયની મુદત દર્શાવવા શબ્દની પૂર્વે વપરાય છે
       
        12      In, Within, Duringઇન, વિધીન, ડ્યુરીંગ – ત્રણેય શબ્દો નામયોગી અવ્યય છે જે નીચેના અર્થ પ્રમાણે સમય
     વાચક શબ્દની પૂર્વે વપરાય છે
     In              અમુક સમયને એ અર્થમાં વપરાય છે
     Within        અમુક સમયની અંદર એ અર્થમાં વપરાય છે
     During        અમુક સમયથી અમુક સમયના ગાળામાં એ અર્થમાં વપરાય છે         




No comments:

Post a Comment

Home